કાગડા ને વાસ નાખવા મા વૈજ્ઞાનિક કારણ
*શ્રાદ્ધ શા માટે કરવાનું ?*
શુ આપણા ઋષિઓ પાગલ હતા ?
કે કાગડા માટે ખીર બનાવવાની ?
અને તેને આપીએ તો પૂર્વજો ને મળે ?
ના, ઋષિ કાન્તિકારી વિચારણાના હતા. સનાતન સંસ્કૃતિ ની દરેક ક્રિયા પાછળ કંઈક સમાજ કલ્યાણની ભાવના હોય છે.
*આ છે ખરું કારણ..*
તમે કોઈ દિવસ પીપળો કે વડને ઉગાડ્યો છે ?
કે કોઈને ઉગાડતા જોયો છે ?
પીપળો કે વડનાં બીજ મળે છે ?
જવાબ છે *ના*.
વડ કે પીપળા નાં ટેટા ગમે જેટલા રોપશો તો પણ નહિ ઉગે!
કારણકે, પ્રકૃતિ/કુદરતે આ બે ઉપયોગી વૃક્ષ ઉગાડવા માટે અલગ ગોઠવણ કરી છે.
આ બન્નેનાં ટેટા કાગડા ખાય અને એમની હોજરીમાં પ્રોસેસ થાય પછી જ તે બીજ ઉગવા લાયક થાય છે તે સિવાય નહિં.
કાગડા તે ખાય ને વિષ્ટા માં જ્યાં જ્યાં કરે ત્યાં ત્યાં આ ઝાડ ઉગે..
પીપળો જગતનું એકમાત્ર વૃક્ષ છે જે રાઉન્ડ ધ ક્લોક O2 ઓક્સિજન છોડે છે અને જ્યારે વડ ના ઔષધીય ગુણો અપરંપાર છે.
જો આ બે વૃક્ષો જીવડવા હોય તો કાગડાની મદદ વગર એ શક્ય નથી માટે કાગડાને બચાવવા પડે.
એ કેમનું ?
તો કાગડા ભાદરવા મહિના માં ઈંડા મૂકે અને બચ્ચા બહાર આવે તો એ નવી પેઢી ને તંદુરસ્ત અને ભરપૂર ખોરાક મળવો જરૂરી છે માટે ઋષિઓ એ કાગડાના બચ્ચાઓ ને દરેક છત પર ખોરાક મળી રહે એ માટે શ્રાધ્ધની ગોઠવણ કરી જેથી કાગડાની નવી જનરેશન ઉછરી જાય…
*એટલે મગજ દોડાવ્યા વગર શ્રાધ્ધ કરજો પ્રકૃતિ નાં રક્ષણ માટે અને ચોક્કસ જ્યારે વડ પીપળો જોશો તો પૂર્વજો યાદ આવશે જ…*