*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *🌹તા. 02/09/2020- 🌹* *બુધવાર*

*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી*
*🌹તા. 02/09/2020- 🌹*
*બુધવાર*
*ગુજરાતમાં ગુંડાઓએ ગુંડાગર્દી છોડવી પડશે*
ગાંધીનગર રાજ્યમાં રહેવું હશે તો ગુંડાગર્દી છોડવી પડશે ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટનો મંત્રીમંડળની બેઠકમાં પ્રસ્તાવ રજૂ થશે ગુજરાત સરકાર રાજ્યમાં ગુનાખોરીને કાબૂમાં લેવા માટે નવો કાયદો લાવવા તૈયારી કરતી હતી ગુંડા એક્ટ અંતર્ગત ગુજરાત પોલીસની સત્તા પણ વધારવામાં આવશે મંત્રીમંડળની આગામી બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ગુંડા વિરોધી કડક કાયદા માટે ‘ધ ગુજરાત ગુંડા એન્ડ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ (પ્રિવેન્શન) એક્ટ ઓર્ડિનન્સ માટે પ્રસ્તાવ રજૂ કરશે.
**
*આવતીકાલે અંબાજીથી સી.આર.પાટીલનો ઉત્તર ગુજરાતનો પ્રવાસ*
અંબાજી; ભાજપાના સી.આર.પાટીલ ઉત્તર ગુજરાતનો પ્રવાસ શક્તિપીઠ અંબાજી ખાતેથીમાં અંબાના દર્શન કરી શરૂ કરશે અંબાજી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પ્રદેશની જવાબદારી સંભાળ્યા પછી ઝોન વાઈઝ ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે
**
*સોમ-મંગળવારે કમલમમાં મિનિ સચિવાલય જેવો માહોલ*
ગાંધીનગર સરકાર સમક્ષ માગણીઓ અને રજૂઆત કરવાની સાથે રજૂઆતકર્તા કે આંદોલનકારીઓ પણ કમલમ ખાતે પહોંચ્યા હતા અગાઉ કમલમમાં કાગડા ઉડતા હતા હવે સમાંતર સચિવાલય બની જતા મેળાવડાઓ ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે પાટીલની નિમણૂંક સાથે ભાજપ સંગઠન અને સરકારમાં નવું જોમ અને નવી રણનીતિ અપનાવવામાં આવી રહી છે
**
*સુરતમાં ચુનિલાલ હરીલાલ ગજેરા વિરુદ્ધ છેડતીની ફરીયાદ નોંધાઈ*
સુરતના ગજેરા સ્કૂલના ટ્રસ્ટીની છેડતીના આરોપ વિરુદ્ધ ફરીયાદ દાખલ રાજ્યમાં ગુન્હાખોરીને ડામવા માટે સરકાર સખ્ત કાયદો ઘડી રહી છે. ત્યારે બીજી તરફ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જેમાં ઉદ્યોગપતિ અને ગજેરા ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટી ચુનિલાલ હરીલાલ ગજેરા વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.ઉલ્લેખનીય છે કે હાલ સમગ્ર મામલો પોલીસ તપાસ હેઠળ છે.
**
*સુરતમાં સબ રજિસ્ટ્રારમાં રાત્રે નવ સુધી દસ્તાવેજ નોંધાશે*
રાજ્યમાં વધી રહેલા દસ્તાવેજોની સંખ્યાને ધ્યાને રાખીને રાજ્યના નોંધણી સર નિરિક્ષકે સબ રજીસ્ટ્રાર કચેરીના સમયમાં બે કલાકનો વધારો કર્યો છે. જ્યારે રાજ્યની 10 સબ રજીસ્ટ્રાર કચેરીનો સમય વધારીને રાત્રે 9.00 કલાક સુધી કરવામાં આવ્યો છે.
**
*ગુજરાત અનલોક-4 ગાઈડલાઈન ની મહત્વ પૂર્ણ વાતો*
શૈક્ષણિક સંસ્થાઓમાં 50 ટકા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફને 21 સપ્ટેમ્બરથી ઓનલાઈન શિક્ષણ-ટેલિ કાઉન્સેલિંગ માટે બોલાવી શકાશે.21 સપ્ટેમ્બરથી કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ધો.9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્વૈચ્છિ ધોરણે શિક્ષકોના માર્ગદર્શન અર્થે વાલીની લેખિતપૂર્વ મંજૂરી મેળવી સ્કૂલે જઈ શકશે.
ટેકનિકલ એન્ડ પ્રોફેશનલ પ્રોગ્રામ્સ ફોર PH.D અને અન્ય પોસ્ટ ગ્રેજ્યુએટ્સ કે જેમાં લેબ કે પ્રાયોગિક કાર્ય જરૂરી હોય તે અંગે ઉચ્ચ શૈક્ષણિક વિભાગ દ્વારા ગૃહમંત્રાલયના પરામર્શમાં નિર્ણય લેવામાં આવશે.
સામાજિક, શૈક્ષણિક, રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક-રાજકીય સમારોહ તથા અન્ય સમૂહમાં 21 સપ્ટેમ્બરથી 2020થી 100 વ્યક્તિની મર્યાદામાં એકઠા થવાની છૂટ
માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિગ. થર્મલ સ્કેનિંગ અને સેનેટાઈઝની સુવિધા સાથે આપવામાં આવશે.
લગ્ન સમારોહમાં 50 વ્યક્તિ જ્યારે અંતિમ ક્રિયા કે અંતિમવિધિ માટે 20 વ્યક્તિની મર્યાદા 20 સપ્ટેમ્બર સુધી યથાવત રહેશે.
સ્કૂલ-કોલેજો હજી 30મી સુધી બંધ, લારી-ગલ્લા અને શેરી ફેરિયાઓને પણ કોઈ પાબંધી નહીં
60 ટકા કેપેસિટી સાથે લાઈબ્રેરી ખુલશે, એસટી-ખાનગી બસ-કેબ સેવાને પણ 50 ટકા કેપેસિટી સાથે મંજૂરી
સિનેમાગૃહો-મલ્ટિપ્લેક્સ હજી પણ બંધ, ઓપન એર થિએટર 21મીથી ખોલી શકાશે ગુજરાતમાં હવે દુકાનો 24 કલાક ખુલ્લી રખાશે
*******
*મીડિયા ટીમની મીટિંગમાં અચાનક રૂપાણીની એન્ટ્રી*
*મીડિયા ટીમ પાસેથી પ્રદેશ પ્રમુખ પાટીલને જે જાણવું હતું તે રહી ગયું*
ભીખુભાઇ દલસાણિયાએ મીટિંગમાં પાંચ મિનિટ બોલવાનું કહી પોણો કલાક ખેંચી કાઢ્યો ત્યાં રૂપાણી આવી ગયા ભીખુભાઇએ પૂછ્યું કે મીડિયામાં પોઝિટિવ સ્ટોરી કોણ પ્લાન્ટ કરાવી શકે અને નેગેટીવ સ્ટોરી કોણ રોકાવી શકે તે હાથ ઉંચો કરો કમલમ ખાતે ભાજપની મીડિયા ટીમની મીટિંગ યોજાઇ હતી તેમા મુખ્યમંત્રીની અચાનક એન્ટ્રી મારતા એજન્ડા બદલાઇ ગયો હતો મીડિયા ટીમની મીટિંગ શરૂ થઇ ત્યારે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે બધા પાસેથી સજેશન લેવાનું કહ્યું એટલે ભીખુભાઇ દલસાણિયાએ કહ્યું કે પહેલા હું પાંચ મિનિટ બોલીશ પછી સજેશન લઇએ એટલે ભીખુભાઇએ બોલવાનું શરૂ કર્યું અને પાંચ મિનિટની સ્પીચ લંબાતી લંબાતી પોણો કલાકે પહોંચી ગઇ એટલામાં અચાનક સીએમની એન્ટ્રી થતા બધા ચોંકી ગયા હતા કારણ કે સીએમનું આવવાનું નક્કી ન હોવાના કારણે જ મિટિંગ શરૂ કરી દેવાઇ હતીપાંચ મિનિટ સી.આર પાટીલે વક્તવ્ય આપ્યું. ત્યારબાદ મીટિંગમાં સેન્ટર પોઇન્ટ રૂપાણી બની જતા આખી બેઠકમાં સીએમ અને ભીખુભાઇનું કદ વધી ગયું હોય એવો ઘાટ સર્જાયો હતો.બેઠકમાં જૂથવાદના સ્પષ્ટ દર્શન થયા હોવાનું અને મીડિયા ટીમના સભ્યોને પ્રતીત થયું હતું
**
*આ બેઠકમાં પણ જુથવાદ ઉડીને આંખે વળગી રહ્યો હતો*
મીટિંગ પૂર્ણ થતા જ ગણગણાટ શરુ થઇ ગયો હતો કે આ બેઠકમાં પણ જુથવાદ ઉડીને આંખે વળગી રહ્યો હતો. બેઠકમાં આગામી સમયમાં પેટા ચુંટણી યોજાનાર છે. તેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓ લોકો સુધી પહોચાડવા માટે સુચના આપવામાં આવી હતી. હાલમાં સ્થિતિ એ થઇ રહી છે કે સરકાર અને સંગઠન વચ્ચે યોગ્ય તાલમેલ નથી, જેના કારણે પ્રદેશ બીજેપીની મીડિયા ટીમ કાગળ પર ખુબ મોટી છે પરંતુ ઘણા નેતાઓ આંતરિક વિખવાદના કારણે ડીબેટમાં જવાનું ટાળી રહ્યા છે.પાટીલે ટકોર કરી હતી કે મીડિયા કન્વીનરની જવાબદારીમાં આવે છે કે તે ડિબેટમાં જનાર પ્રવક્તાને પૂરતી માહિતિ આપે અથવા તો જે તે વિષયમાં અભ્યાસ હોય એ યોગ્ય વ્યક્તિને યોગ્ય જગ્યાએ ડિબેટમાં મોકલે. બીજી તરફ સભ્યોએ ફરીયાદ કરી કે, સરકારની કોઈ યોજના હોય કે સહાય હોય, તેની પૂર્ણ માહિતી ઘણી વખત સંગઠનના નેતાઓ સુધી પહોચતી નથી. જેથી જ લોકો સુધી યોગ્ય માહિતી પહોચતી નથી. પહેલા કાર્યકર્તાઓના પ્રશ્નો સંભાળવા માટે મંત્રીઓ ફાળવ્યા હતા. હવે સરકાર બે વ્યક્તિઓ ફાળવશે. જે તમામ મીડિયા પ્રવક્તાને માહિતી પૂરી પાડશે. બેઠક બાદ ભાજપે જણાવ્યું હતું કે કોંગ્રેસના જુઠ્ઠાણાનો જવાબ પણ નેતાઓએ યોગ્ય રીતે આપવો. હાલમાં ઘણા એવા મુદ્દા છે જેને લઈને મીડિયા વિભાગમાં વિખવાદ ચાલી રહ્યો છે પરંતુ તેને ડામવાના બદલે તે વધી રહ્યો છે.
**
*મહિલા અનામત મામલે ગુજરાત હાઈકોર્ટનો ચૂકાદો*
મહિલાઓ માટેના હોરિઝોન્ટલ રિઝર્વેશન માટે કોર્ટે દ્રષ્ટાન્ત આપ્યા છે. જો 100 બેઠક પરની ભરતી હોય તો સીધી લિટીની મહિલા અનામત માટેનો દાખલો આપ્યો છે. જેમ કે 100 બેઠકો પર ઓપન કેટેગરીમાં 17 મહિલાઓ ,અનુસૂચિત
જાતિમાં ચાર મહિલાઓ અનુસૂચિત જનજાતિમાં 6 મહિલાઓ અને સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગની કેટેગરીમાં સાત મહીલાઓ માટે અનામત રાખવી.
**
*અમુક જોગવાઈને હાઈકોર્ટે રદબાતલ કરી દીધી છે*
ગુજરાત હાઇકોર્ટનો મહત્વનો નિર્ણય આપ્યો છે. અનામતના મુદ્દે રાજ્ય સરકારે 1 8 2018 ના રોજ બહાર પાડેલા પરિપત્રની અમુક જોગવાઈને હાઈકોર્ટે રદબાતલ કરી દીધી છે. 1 8 2018 ના પરિપત્ર ની 12 અને 13 નંબરની જોગવાઈને પડકારતી અપીલો હાઈ કોર્ટે માન્ય રાખી છે. ઠરાવ પ્રમાણે અનામત કેટેગરીમાં આવતી મહિલાનો મેરીટમાં સમાવેશ થતો હોય પણ જો તેણે મહિલા અનામતના માટે લેવી હોય તો તેને જે તે અનામત કેટેગરીમાં ગણી શકાય
**
*સુરતમાં બુટલેગરે શર્ટ કાઢી હંગામો કર્યો હતો*
સુરતના મોટા વરાછા વિસ્તારમાં પોલીસે બુટલેગરની ગાડી રોકતા હંગામો થયો હતો ગાડીમાંથી કંઈ ન મળતા બુટલેગરે શર્ટ કાઢી હંગામો કર્યો હતો. લોકોએ હુમલાનો પ્રયાસ કરતા પીસીબી પોલીસે સ્થળ છોડી ભાગવું પડ્યું હતુ. પીસીબી પોલીસને લોકોએ રોડ પર દોડાવી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.
**
*ગજેરા ગ્લોબલ શાળાના ટ્રસ્ટીની પત્રકાર પરિષદ*
સુરતમાં ગજેરા ગ્લોબલ શાળાના ટ્રસ્ટી સામે છેડતી મામલે ગજેરા સ્કૂલના ડાયરેકટરે પત્રકાર પરિષદ યોજી હતી. શાળાના ડાયરેક્ટરે કહ્યુ હતુ કે અમારું મોરલ ડાઉન કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મહિલા શિક્ષિકાને ટરમીનેટ કરવામાં આવી હતી.ચુનીલાલ ગજેરાની પુત્રીએ કહ્યુ હતુ કે પોલીસની તપાસમાં અમે પુરતો સહયોગ આપીશું. મહિલા શિક્ષિકા વિરુદ્ધ ઘણી બધી ફરીયાદ હતી. શાળાના અન્ય શિક્ષકો, સ્ટાફ તેમજ વાલીઓની પણ ફરિયાદ હતી. જેથી મહિલા શિક્ષિકાને ટરમીનેટ કરવામાં આવ્યા હતા.
**
*ગુજરાતની મહિલા સિંગરને લાફો માર્યાનો આક્ષેપ*
મહેસાણામાં ઇવેન્ટ ઓર્ગેનાઇઝરના ઘરે ગયેલી લોક ગાયિકાને થપ્પડ માર્યાનો આક્ષેપ કર્યો છે. કાજલ મહેરિયા ઈવેન્ટ ઓર્ગેનાઇઝર બાબાખાનના ઘરે સામાજિક કામ અર્થે ગઈ હતી.ત્યારે ઇવેન્ટ ઓર્ગેનાઇઝરના ઘરે ગયેલી સિંગરને બાબા ખાનના વિરોધીઓએ લાફો માર્યો હતો તેવો આક્ષેપ કર્યો છે. આ મામલે 2 લોકો સામે સિંગર કાજલે ફરિયાદ નોધાવી છે.
**
*રેલવે ટૂંક સમયમાં 100 વધુ ટ્રેન ચલાવવાની તૈયારીમાં*
અનલોક 4ની ગાઇડલાઇન જાહેર થયાના ત્રીજા દિવસ બાદ ભારતીય રેલવેએ કહ્યું હતું કે તેના માટે રાજ્ય સરકારોની સલાહ લેવામા આવી રહી છે. કેટલી ટ્રેનો ચલાવવાની છે તે રાજ્યોની માંગ પર નિર્ભર રહેશે.
**
*પ્રભુની કૃપા જોઇએ તારા તમામ કપડા ઉતારી નાખ*
સાધુઓની કામલીલા બાદ ચર્ચના પાસ્ટર વિરુદ્ધ પણ છેડતી અને સગીરાના ફોટા વાયરલ કરવાની ફરિયાદ નોંધાઈ છે. જે અંગે અમરાઈવાડી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ચર્ચના પાસ્ટરની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
સાધુઓની કામલીલા બાદ ચર્ચના પાસ્ટર વિરુદ્ધ પણ છેડતી અને સગીરાના ફોટા વાયરલ કરવાની ફરિયાદ નોંધાઈ છે.
*સગીરાને વિડીયો કોલમાં કપડા ઉતારવાનું કહતો હતો*
ગુલાબચંદ સગીરાના ઘરે પણ આવ્યો હતો. સગીરાના પિતાના ફોન પર ગુલાબચંદ ફોન કરતો હતો. ઘણી વાર કિસ કરતા ફોટો મોકલી તે આઈ લવ યુ પણ કહેતો હતો આટલું જ નહીં જ્યારે સગીરા એકલી હોય ત્યારે તેને વિડીયો કોલમાં કપડા ઉતારવાનું કહતો હતો. એકાદ વર્ષ બાદ આ બાબતની જાણ સગીરાના દૂરના કાકાને થઈ હતી. તેમણે સગીરાના પિતાને જાણ કરતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો અને બાદમાં ફરિયાદ નોંધાઈ હતી.
**
*ચોરોને પકડતી પોલીસ જ ચોર નિકળી*
અમરેલી પોલીસનાં 2 ASI સહિત 12 જવાનોએ અમરેલીના ફરજ નિષ્ઠ પોલીસ શરમમાં મુકાય તેવી કામ કરતા તેમની સામે તવાઇ બોલી છે. ચોરોને પકડવા જતી પોલીસ અગાઉ લાંચ કાંડમાં તો ખુબ જ બદનામ છે પરંતુ હવે પોતે જ ચોરી કરતી હોવાનું સામે આવતા વધારે શરમજનક સ્થિતીમાં મુકાઇ છે. અમરેલીના એસપી નિર્લિપ્ત રોય હરકતમાં આવ્યા છે અને તેમણે સપાટો બોલાવ્યો હતો. વિજ ચોરી કરતા પોલીસ કર્મચારીઓને ઝડપી લીધા હતા
**
*અમદાવાદમાં ટુરીસ્ટોને હવે ગાઈડ જરૂર નહીં પડે*
ટુરીસ્ટોને હવે ગાઈડ કરવાની જરૂર નહીં પડે. કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલી એપ્લિકેશનની મદદથી શહેરમાં જાણીતા હેરીટેજ સ્થળોની માહિતી આગળીના ટેરવે મળી જશે આ સાથે મુલાકાતી જેટલા દિવસ માટે શહેરમા આવ્યા હશે તેને અનુરુપ સીટી વિઝીટ પ્લાનીંગ પણ એપ કરી આપશે
**
*સુરતથી ૫ શહેરોને જોડતી વીકલી ફ્લાઈટ શરૂ થશે*
એર ઇન્ડિયા એરલાઇન્સ પહેલી વખત સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી એક સાથે પાંચ શહેરોને જોડતી ફલાઇટ ઉડાવનારી છે. એર ઇન્ડિયા એરલાઇન્સના અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી 6 સપ્ટેમ્બરથી 18 ઓક્ટોબર દરમિયાન સપ્તાહમાં ત્રણ દિવસ પાંચ શહેરોને જોડતી ફલાઇટ ઓપરેટ કરાશે. જેમાં રવિવારે દિલ્હી, ગોવા અને હૈદરાબાદની તથા સોમવારે અને બુધવારે દિલ્હી, કોલકાટા અને ભુનેશ્વરની ફલાઇટ ઓપરેટ કરાશે.
**
*દવાની કિંમતો: વધારે વસુલ કરશે તો પણ લાઈસન્સ રદ કરવું મુશ્કેલ*
જ્યારે કોઈ કંપની બજારમાં નવી દવા લોન્ચ કરે છે ત્યારે તેની બજાર કિંમત નક્કી કરે છેડીટીએબીએ પણ આવી કંપનીઓના લાઈસન્સ રદ કરવાની ના પાડી છે સમિતિએ આવી કંપનીઓ પાસેથી વ્યાજ સહિત દંડ વસુલવા કહ્યું છેનેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઈસિંગ ઓથોરિટી તરફથી દવાની કિંમત નક્કી થયા પછી પણ જો દવા કંપનીઓ વધારે કિંમત વસુલે તો આ કંપનીઓના લાઈસન્સ રદ કરવામાં આવશે નહીં.
**
*ચીનમાં ફરીથી વેચાવવા લાગ્યા જંગલી જાનવર*
નવી દિલ્હી: ચીનના મેનલેન્ડ ના ‘વેટ માર્કેટ્સ’ દુનિયાને કોરોના વાયરસ પ્રકોપ આપવા માટે પહેલાં જ આંતરરાષ્ટ્રીય સ્તર પર ટીકાનું કેન્દ્ર બની ચૂક્યું છે. ત્યારબાદ અહીંની સરકારે ભોજન તરીકે વન્યજીવોના વેચાણ પર પ્રતિબંધ પણ લગાવવો પડ્યો હતો. નથી માની રહ્યું ચીન, ફરીથી વેચાવવા લાગ્યા વોહનમાં જંગલી જાનવર
**
*પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી પંચતત્વમાં વિલીન*
નવી દિલ્હી 1969માં રાજકીય સફરની શરૂઆત થઈ હતી, વિદેશ, નાણા, રક્ષા મંત્રી જેવા મોટા પોર્ટફોલિયો સંભાળ્યા પ્રણવ મુખરજીને 2019માં દેશના સૌથી મોટા સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા
**
*ભાજપ અને કોંગ્રેસની પેનલની જીત*
અમદાવાદ આણંદ વાર્ષિક રૂા.7000 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી અમૂલના બોર્ડ ઑફ ડિરેક્ટરની થયેલી ચૂંટણીમાં રામસિંહ પરમારના વડપણ હેઠળની ભાજપ અને કોન્ગ્રેસના સભ્યનો સમાવેશ કરતી પેનલની જીત થઈ છે રામસિંહ પરમારના સમર્થકોએ ફટાકડા ફોડીને વિજયની રંગેચંગે ઉજવણી કરી હતી.
**
*અમૂલની ફ્રેન્ચાઇઝી કે ડીલરશિપ લેવા માંગો છો*
અમદાવાદ આણંદ દિલ્હી હાઈકોર્ટના જસ્ટીસ મુક્તા ગુપ્તાએ એક સિમા ચિન્હરૂપ હુકમ આપ્યો છે કે જેનાથી ‘અમૂલ’બ્રાન્ડની નકલ કરીને ફેક વેબસાઈટસ મારફતે નોકરી-ફ્રેન્ચાઈઝી-ડીલરશિપ ઓફર કરીને ભોળી જનતા જેનો ભોગ બની નોંધપાત્ર પ્રમાણમાં નાણા ગુમાવતી હતી તેવા ઓનલાઈન છેતરપીંડી ઉપર નિયંત્રણ આવશે
**
*સુરત અઠવાલાઇન્સ સ્થિત ટ્રાફિક પોલીસના ટાઉટની ધરપકડ*
સુરત અઠવાલાઇન્સ સ્થિત ચોપાટી ખાતે જમી લેવાયેલી મોટરસાઇકલ છોડાવવા માટે ક્રેઇનના ટાઉટ દ્વારા ગેરકાયદેસર રીતે 350 લેતા હોવાનો વિડીયો વાઇરલ થવાની ઘટનામાં ઉમરા પોલીસે ફરિયાદ નોંધી ટાઉટની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે શહેરીજનોના સોશિયલ મિડીયામાં એક વિડીયો વાઇરલ થયો હતો
**
*ગરુડેશ્વર પાસે નર્મદેશ્વર મહાદેવ મંદિરની જળસમાધિ*
યાત્રાધામ ગરૃડેશ્વરમાં દત્ત મંદિરની બાજુમાં આવેલ વર્ષો જૂનું નર્મદેશ્વર મહાદેવ મંદિર આખે આખું પાણીના વહેણમાં પત્તાના મહેલની જેમ તૂટી પડયું હતું. આ મંદિરે જળ સમાધિ લીધી હતી
**
*ફાઇનલ યરની પરીક્ષા વગર ડિગ્રી નહીં મળે*
નવી દિલ્હી યુનિવર્સિટીઓની ફાઇનલ યરની પરીક્ષાઓ સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં યોજવાની સૂચના આપતો યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનનો સર્ક્યુલર માન્ય રાખવા સાથે સર્વોચ્ચ અદાલતે કોરોના રોગચાળાને કારણે એ પરીક્ષાઓ મુલતવી રાખવાની યુનિવર્સિટીઓને છૂટ આપી હતી.