Happy Sunday….
यहाँ से पचास-पचास कोस दूर जब बच्चा रात को रोता है तो माँ कहती है सो जा बेटे नहीं तो गब्बर आ जाएगा….
लकड़ी की काठी, काठी पे घोड़ा
घोडे की दुम पे जो मारा हथौड़ा
दौड़ा दौड़ा दौड़ा घोड़ा दुम उठा के दौड़ा….
કશું યાદ આવે છે? નાના હતાં ત્યારે નિયમિત એક ઘટના બનતી, બાળવાર્તા અથવા હાલરડું… આપણા સાહિત્યનો ખાસ પ્રકાર હતો. આપણી રગોમાં વારતાઓ અને બાળગીતો ભાગતા…. સાહિત્યનો આ લાડકો વિભાગ કદાચ લુપ્ત થવા લાગ્યો છે. અમે નાના હતાં, અમારા પડોશમાં એક દાદી વેકેશનમાં આવતાં, સિરિયલમાં ચાલે તે પ્રકારે વાર્તાઓ કહેતાં…. આ દાદી એટલે ગાયક મુકેશના પત્નીના નાની….મુકેશ પણ વડોદરા આવે ત્યારે દાદીના ખોળામાં માથું મુકીને વાર્તા સાંભળવાનો આગ્રહ રાખતા. મેં સાત આઠ વર્ષની વયે નિતિન મુકેશ, જે ગાયક બની ચુક્યો હતો તેમને અમારી સાથે બેસીને રસથી પરિઓની વાર્તા સાંભળતા જોયા હતાં…. વાર્તાકાર મજાના હોવા જોઈએ….
એની વે, મૂળ વાત વારતાઓ અને બાળગીતો… શા માટે જરૂરી હતાં? હિન્દીમાં લોરી હોય કે મરાઠીમાં ઉંગાઇ હોય કે મજાની વારતાઓ, આપણને પ્રકૃતિ સાથે જોડી રાખતા હતાં. બહાદૂર સિંહ હોય કે લુચ્ચી લોમડી….વ્યક્તિને ઓળખવા આ વાતો નાનપણથી ખૂબ મદદ કરતી. વારતાના નામે પરિવારના નિયમો શીખવવામાં આવતા, જે પોઝિટિવીટી મેળવવા લાખોના સેમિનાર થાય છે, કલાકોનો સમય આપીને આપણે હકારાત્મકતા મેળવીએ છીએ, રાક્ષસને મારીને એ નાનપણમાં મેળવી લેતાં. મન મક્કમ કરવા કહાનીઓ ખૂબ કામ લાગતી… વારતાઓ સાંભળતા ઉંઘી જતાં અને ધીમે ધીમે ઉંઘમાં વારતાઓ સાથે ખોવાતા…પરી, ચંદ્ર, તારલા, વૃક્ષો, ગાઢ જંગલ, ધોધમાર વરસાદ, ઉંચા પહાડો, ભયાનક ગુફાઓ, રાજકુમાર, રાજા રાણી, રાજકુમારી, અડધું રાજ્ય અને રાજકુમારી સાથે લગ્ન…. ખાધુ, પીધું અને રાજ્ય કર્યુંની મોહક કલ્પના…વારતાઓ આપણી કલ્પનાશક્તિ વધારતાં, પણ સાંભળવી પડે અને સંભળાવી પડે… વીન વીન ગેમ…
સ્કૂલમાં એ જ શિક્ષક ગમતાં જે સારી રીતે વારતા કહે…. યુવાવર્ગ સાથે સેમિનાર કે કોઈ કારણોસર મળવાનું થાય ત્યારે ખબર પડે કે આપણા સમયની મોસ્ટ પોપ્યુલર સ્ટોરી અલીબાબા અને ચાલીસ ચોર તેણને ખબર નથી, કદાચ કોમવાદી રંગ લાગ્યો હશે? મહાભારત કે રામાયણના પ્રસંગની વાત કરીએ તો જાણે અલગ સૃષ્ટિની વાત કરતાં હોય એવું લાગે…. અમારા એક સાહેબ, હા અમે સાહેબ જ કહેતાં… મહેશભાઈ… એમની ક્લાસિક સ્ટોરી એટલે અલીબાબા અને ચાલીસ ચોર…આખું વર્ષ ચાલે…વારતામાં ય વારતા… બસ સાંભળતા રહીએ અને ઘરે જઇને દરવાજા સામે બૂમ પાડતા…. ખૂલ જા સિમ સિમ….
હા, આપણી પત્તર રગડી છે, આધુનિક સિમ…સિમકાર્ડે… હમ ભી જોર સે ચિલ્લાતે હૈ ખૂલ જા સિમ….લે જા ગૂગલ કી જર્ની પે….
ભાવાંજલિ : ટોમ એન્ડ જેરીના સર્જક જીન ડિચ❤
Deval Shastri🌹