અમદાવાદ : ગુજરાત એટીએસએ અમદાવાદની વિનસ હોટલમાંથી ઈરફાનની ધરપકડ કરી હતી, જેની તપાસમાં વધુ 5 લોકોની ધરપકડ કરાઈ છે. તપાસમાં વધુ 2 લોકોના નામ પણ સામે આવ્યા છે. બીજેપી નેતા ગોરધન ઝડફીયાના હત્યાના પ્લાનિંગ કેસમાં એટીએસએ તપાસમાં વધુ 5 લોકોની ધરપકડ કરી છે. જેમાં 3 લોકોને મુંબઈ, 1 ને મેંગલોર અને 1ને અકોલામાંથી પકડીને લવાયા છે. એટીએસની તપાસમાં મુન્ના જીંઘરાનું નામ સામે આવ્યું છે અને મુન્ન્ના જીંઘારા એ છે જેણે છોટા રાજન પર ભૂતકાળમાં ફાયરિંગ કરેલ અને જેના માટે તે થાઈલેન્ડમાં 16 વર્ષની જેલમાં રહ્યા બાદ પાકિસ્તાન જતો રહયો હતો
આ લોકો છોટા શકીલના સાગરીતો અને ઈરફાનના સતત સંપર્કમાં હતા અને જેમાં હથિયારની સગવડમાં પણ આ લોકોનું હાથ હોવાનું સામે આવ્યું છે. હાલ તમામ લોકોની તપાસ ચાલી રહી છે.
જોકે ઈરફાનનું કેહવું છે કે, ફાયરિંગ માટે સલમાન આવવાનો હતો. પકડેલા 5 લોકો મુન્ના અને શબ્બીરના સંપર્કમાં હતા. સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે, કેટલા રૂપિયા આ લોકોને મળવાના હતા. કોણ છે આ સલમાન? જોકે હાજી શબ્બીર ભારતમાં હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે અને તેને પકડવા એટીએસ કામે લાગી છે અને હાજી શબ્બીર પકડાઈ જશે ત્યારે અન્ય ખુલાસાઓ સામે આવવાની સંભાવનાઓ રહેલી છે.