નર્મદા જીલ્લાના કનબુડી ખાતેથી છ સદીઓથી પણ પુરાણા આદિવાસી સંસ્કૃતિ ઉજાગર કરતા અવશેષો મળી આવ્યા

દેડિયાપાડા તાલુકાના કનબુડી ખાતે પૂર્વ વન મંત્રી મોતીલાલ વસાવાના ખેતર બાજુમાં કલાત્મક પ્રતિકૃતિઓ મળતા પુરાતત્વ વિભાગને જાણ કરાઇ

શિલાસતંભો ઉપર સંવંત 1451 લખેલુ નજરે પડતા અવશેષો બદીઓને પુરાણા હોવાની સાબિતી

માજી વનમંત્રી શબ્દશરણ તડવીએ પણ સંશોધનની માંગ કરી

રાજપીપળા, તા 26

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના કનબુડી ખાતે થી છ સદીઓથી પણ પુરાણા સ્થાપત્ય કલાના શિલાસતંભોના અવશેષો મળી આવ્યા હોવાનું પૂર્વ વન મંત્રી મોતીલાલ વસાવાએ જણાવ્યુ છે
રાજ્ય સરકારના પૂર્વ વન મંત્રી મોતીલાલ વસાવાએ પોતાના સોશીયલ મિડીયામાં માહિતી આપતા જણાવ્યુ છે કે તેઓના ખેતર કે જે નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના કનબુડી ખાતે આવેલ છે તેની નજીકથી સવંત ૧૪૫૧ વર્ષ લખેલા પુરાણાં ત્રણ શિલાસ્થંભ આવેલ છે . જે છ સદીઓથી પણ પુરાણા છે. જેમાં “વસાવા કાનુપાલ કલા વિવાહ” જેવું છિછરૂ વંચાણ દેખાય છે. આવા ૩ સ્થંભ છે જેમા આદિવાસી સંસ્કૃતિની ઝલક દેખાય છે.
સ્થંભ ૧ ઉપર ઘોડેસવાર છે તેની નીચે આદિવાસી પહેરવેશમાં તલવાર અને ઢાલ સાથે ત્રણ યુવાનો ઉભા છે..
સ્થંભ ૨ ઉપર એક જંગલી જાનવર માણસ ઉપર હુમલો કરતા ઘોડેસવારએ જંગલી જાનવરને ભાલાથી મારી તે માણસને બચાવવાનો પ્રયત્ન કરે છે. તેની નીચે આદિવાસી પહેરવેશમાંત્રણ યુવતીઓ ઉભી છે. ઉપરના ભાગમાં સુરજ અને તિથિ પ્રમાણે ચંદ્ર ની પ્રતિકૃતિ દેખાય છે.
સ્થંભ ૩ જે ખંડિત થયેલ છે તેમાં ઘોડેસવાર અને નીચેના ભાગમાં ગાય અને વાછરડાની પ્રતિકૃતિ છે.
દરેક શિલાસ્થંભનું પોતાનુ મહત્વ હોવાનું પૂર્વ વન મંત્રી મોતીલાલ વસાવાએ અનુમાન લગાવી વર્ણન કર્યું છે. આ શિલાસ્થંભની જાણ પુરાતત્વ વિભાગને પત્ર દ્વારા પૂર્વ વનમંત્રી એ કરેલ છે.
નર્મદા જીલ્લો આદિવાસી બહુમતી ધરાવતો ઐતિહાસિક ધટનાઓ સાથે સંકળાયેલ હોઈ આ વિસ્તારમાં આદિવાસી સંસ્કૃતિને સજીવન કરતા અવશેષો મળી આવતા કૂતૂહલ જાગ્યું છે પુરાતત્વ વિભાગ જો આની તપાસ કરી ઐતિહાસિક સાચી માહીતી બહાર આવશે.

આ અંગે માજી વનમંત્રી શબ્દશરણ તડવીએ જણાવ્યુ હતુ કે આદિવાસી સમાજ ની સાંસ્કૃતિક ધરોહર ના આવા અવશેષો નું પ્રાપ્તિસ્થાન તથા એમાં આલેખાયેલ સંદેશ અને આગવી ભાષા વિગેરે માહિતી નું સંકલન ખૂબ જરૂરી છે. આદિવાસીઓની સંસ્કૃતિ વૈવિધ સંસ્કારો નો ઇતિહાસકારો એ ખૂબ નહીંવત ધ્યાન આપ્યુ છે. હવે લોકોની માંગ છે કે હવેપુરાતત્વ વિભાગ દ્વારા સંશોધન કરી તેનો સાચો ઇતિહાસ મેળવી શકે

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા