બાપ બેટી સહીત ત્રણ જણા ડૂબી જવાથી સર્જાઈ કરુણાંતિકા

બ્રેકીંગ ન્યૂઝ નર્મદા


નર્મદાના ગરુડેશ્વર તાલુકાનાનાની રાવલ ગામે નર્મદાનદીમાં ન્હાવા પડેલ સુરતના પરિવાર ત્રણ જણા ડૂબ્યા



બાપ બેટી સહીત ત્રણ જણા ડૂબી જવાથી સર્જાઈ કરુણાંતિકા


આજે એકાદશી હોવાથી નાની રાવલ મન્દિરે દર્શન કરવા આવેલ પરિવાર સાથે સર્જાઈ કરુણાંતિકા

રાજપીપલા, તા 23

નર્મદાજિલ્લા ના ગરૂડેશ્વર તાલુકાના નાની રાવલ ગામેઆવેલ નર્મદા નદીમાં સુરતના ત્રણ જણા ડૂબી જતા ત્રણના કરુંણ મોત નિપજ્યા છે જેમાં
બાપ બેટી સહીત ત્રણના મોત થતા કરુણાંતિકા સર્જાઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર
આજે એકાદશી હોવાથી દર્શન કરવામાટે આવેલા સુરતનો પરિવારનાની રાવલ મન્દિરે આવ્યો હતો. દર્શન પૂજા કરી ગાડી મૂકીને પરિવારના સદસ્યો ગરમી હોવાથી નહાવાની મજા માણવા નર્મદામા નહાવા પડ્યા નહોતા. નર્મદામા પાણી ઊંડું હોવાથી ત્રણે જતા આગળ જતા ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. અને ડૂબી જવાથી ત્રણેના કરુંણમોત નિપજ્યા હતા. જેમાં બાપ બેટીના મોત થવાથી કરુણાંતિકા સર્જાઈ હતી.
મરનારમા1)અનિલભાઈ કેશવજીભાઇ અજુ વા ડીયા,ઉ વ વર્ષ 44,રહે. હીરાબાગ સુરત
(2) મગનભાઈ ભીખાભાઈ નાગલીયા ઉ. વ ૪૫ રહે, પ્રવાસી કતારગામ સુરત
અને 3) મગનભાઈ ની છોકરીઆરજુ બેન મગનભાઈ નાગલીયા, ઉ. વ. 15,રહે કતારગામ સુરત)ત્રણે ના મોત નિપજતા ગરુડેસ્વર પીએસઆઈ એ એસ વસાવાએ અકસ્માત મોતનો ગુનો નોંધી લાશ ને કબજે કરી ગરુડેશ્વર ખાતે પીએમ કાર્યવાહી માટે મોકલી આપ્યા હતા.

તસવીર :જ્યોતિ જગતાપ, રાજપીપલા