સ્ટેચ્યુ ઓફ યુનિટી થી મધ્યપ્રદેશ સુધી ચાલુ થશે ક્રુઝ સેવા

મધ્યપ્રદેશ સરકાર દ્વારા નર્મદા બંધના ઉપરવાસમાં રાજઘાટ, બડવાણીથી કેવડિયા સુધી ક્રુઝ ચલાવવામાં આવશે.

વિશ્વભર ના પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે આકર્ષણનુ કેન્દ્ર બની છે ત્યારે પ્રવાસીઓ ની સુવિધાઑ વધારવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સ્ટેચ્યુ પર અવનવા પ્રોજેક્ટો કરોડોના ખર્ચે આવી રહયા છે જેમા ક્રુઝ સેવાનુ વધુ એક નવુ આકર્ષણ ઊમેરાયૂ છે

નર્મદા નદીમાં મધ્યપ્રદેશ સરકાર ક્રુઝ સેવા ચાલુ કરવાજઈ રહી છે. આ ક્રુઝ અત્યાધુનિક સુખ સગવડથી ભરેલી હશે. હાલ મુંબઈથી ગોવા જતી ક્રુઝમાં જે વૈભવ હોય છે તે સુવિધા આ ક્રુઝમાં જોવા મળી શકે છે પ્રવાસના શોખીન માટે ક્રુઝની150 કિમીની સફર અવશ્ય માણવા જેવી છે.

મધ્યપ્રદેશ સરકાર દ્વારા નર્મદા બંધના ઉપરવાસમાં રાજઘાટ, બડવાણીથી કેવડિયા સુધી ક્રુઝ ચલાવવામાં આવશે. આ પ્રવાસનું પેકેજ 3 દિવસ ર રાત્રિનું રહેશે. પ્રવાસીઓને આ રૂટમાં આવતા ગામોની મુલાકાતે પણ લઈ જવામાં આવશે. નર્મદામાં રાજઘાટથી કેવડિયા સુધી 3 રાજ્યોના 5 જિલ્લામાં 150 કિમીની સફર છે.

ક્રુઝની આ સફર સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે આવનાર લોકો માટે રોમાંચક બનશે. આ સેવા અંદાજે 6થી 8 મહિનામાં શરૂ થાય તેની શક્યાતા છે.જેમા 3 દિવસ અને 2 રાત્રિનો પ્રવાસછે

પ્રોજેક્ટના કમાન્ડર રાજેન્દ્ર નિગમે જણાવ્યુંછે કે, નર્મદામાં રાજઘાટથી કેવડિયા સુધી 3 રાજ્યોના 5 જિલ્લામાં 150 કિમીની સફર છે. આ પ્રવાસ 3 દિવસ અને 2 રાત્રિનો રહેશે. ક્રુઝમાં કુલ 6 રુમ હશે અને 24 લોકો મુસાફરી કરી શકશે. તેમાં મુસાફરો માટે મનોરંજન હોલ, આદિવાસી નૃત્ય, લંચ-ડિનરની સુવિધા પણ હશે.