નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ડૉ. હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામી સ્કુલ ફોર મેન્ટલી ડિસેબલ્ડ્ મેમનગર ગામ દ્વારા આજરોજ સંસ્થાના સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે એક અનોખો કાર્યક્રમ ઔડાગાર્ડન મેમનગર ગામ ખાતે સવારે ૧૦ થી ૨ દરમ્યાન યોજાઈ ગયો. ૨૭ વર્ષ પુરા થયા અને ૨૮ માં વર્ષમાં મંગળ પ્રવેશ કરવા બદલ સંસ્થાના ૧૦૦ જેટલા મનો દિવ્યાંગ બાળકો વિસરતી રમતો આંધળો પાટો ,લીંબુ ચમચી, બોલ પાસીંગ, સાતોડિયુ,લંગડી,દોડ,બોલ થ્રો, બકેટબોલ જેવી રમતો રમાડવામાં આવી હતી અને એમના વાલીઓ માટે સેમિનારનું આયોજન ત્યા જ કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા શિક્ષક અને વાલીના સમન્વય નો આધાર, દિવ્યાંગ બાળકો ની તાલીમ માટે કેવી રીતે ફાયદાકારક નીવડે છે તે સમજાવવામાં આવ્યું હતું.વાલી અને શિક્ષક સિક્કાની બે બાજુ છે. બંને વચ્ચે ની એકરૂપતા-સમજ-બાળકના તાલીમ કાર્યક્રમ અને વિકાસ માટે અત્યંત મહત્વની છે.
કાર્યક્રમના અંતે બાળકો અને વાલીઓ એ શિક્ષકો સહ ઢોંસા ઉત્તપમાનું ભોજન લીધું હતું.આમ, એક અવેરનેસ ના ભાગરૂપે એના ૨૮માં સ્થાપના દિનની ઉજવણી કરી હતી.