ઉઘાડી લૂંટ કરતા મંત્રીઓ ક્યારે હાજરી પુરાવશે?*

ભાજપના શાસનમાં પ્રજાના કામો તો થતા જ નથી પણ કાર્યકરોના કામ પણ નથી થતા પરિણામે કાર્યકરોના કામ માટે મંત્રીઓ કમલમમાં હાજરી પુરાવશે તેવો ભાજપના અધ્યક્ષનો આદેશ હકીકતમાં ભાજપનાં નિષ્ફળ શાસનનું કબુલાતનામા સમાન છે. તેવો વેધક પ્રશ્ન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના મુખ્ય પ્રવક્તા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા 20 વર્ષ કરતા વધારે સમયથી શાસન કરતી ભાજપે સત્તામાં આવીને ગુજરાતના નાગરિકોને કારાણે હડસેલી દીધા હતા.