*ભાજપના મંત્રીઓની કફોડી દશા ઇધર કુંઆ ઉધર ખાઇ*

ભાજપના મંત્રીઓની કફોડી દશા થઇ છે. મંત્રીઓ માટે તો ઇધર કુંઆ, ઉધર ખાઇ જેવો ઘાટ સર્જાયો છે. પ્રદેશ પ્રમુખ પાટીલે કમલમમાં આવી કાર્યકરોને મળવાનો આદેશ કર્યો છે. આ તરફ મંત્રીઓ માટે મુશ્કેલી એ ઉભી થઇ છેકે, કોનું કીધું કરવું પાટીલનું કે પછી રૂપાણીનું સિનિયર મંત્રીઓ તો પાટીલના આ ફતવા રાજી નથી કેમ કે, રૂપાણી સરકારના મંત્રીઓ કામ કરતા નથી, કાર્યકરોને મળતા નથી તેવો એક માહોલ ઉભો કરાયો છે. પાટીલ ભાજપમાં વન મેન શો બનવા તત્પર બન્યા છે પણ ભાજપમાં અત્યારથી ડખા શરૂ થયા છે ભાજપના કાર્યકરોને હવે સચિવાલયમાં જવાની જરૂર નથી કમલમમાં જ પ્રશ્ન ઉકેલાઇ જશે.
**