આજના મુખ્ય સમાચારો વિસ્તારથી *🌹તા. 25/08/2020- 🌹* *મંગળવાર*

*સુરત સિંધી લાડ લુહાણા સમાજની ૧૦ વર્ષીય દીકરી કાવ્યા ક્રિષનાણીએ ઘરમાં શ્રીજીની સ્થાપના કરી*
સુરતમાં સુરત સિંધી લાડ લુહાણા સમાજની ૧૦ વર્ષીય દીકરી કુમારી કાવ્યા ક્રિષનાણીએ ગણેશજીની પ્રતિમાને જાતે બનાવી ઘરમાં સ્થાપના કરીને ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના આહવાનને સાર્થક આત્મનિર્ભર બનો તેનો ઉદાહરણ પરું પાડ્યું હતું સુરતમાં ગણેશોત્સવના આરંભે ઘરે-ઘરે દુદાળા દેવની સ્થાપના કરાઈઆ વર્ષે સાર્વજનિક મહોત્સવને કોરોનાનું ગ્રહણ લાગ્યો છે
**
*છત્રાલ તાલુકાના પીઆઇ અને પીએસઆઇ સસ્પેન્ડ*
કલોલમાંથી ઝડપાયેલા આ મસમોટા આ દારૂના ગોડાઉનને પગલે તાલુકા પોલીસની બેદરકારી સામે આવી હતી. જેને લઇને રેન્જ આઇજી અભય ચુડાસમાં દ્વારા તાત્કાલિક અસરથી કલોલ તાલુકા પીઆઇ વી.વી.ત્રિવેદી અને પીએસઆઇ દેસાઇને સસ્પેન્ડ કર્યા છે. આઇજીના આદેશને પગલે જિલ્લા પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો છે
**

*તળાજા પાલિકામાં 25 વર્ષ બાદ ભાજપનો પરાજય*
તળાજા નગરપાલિકામાં 25 વર્ષ બાદ કોંગ્રેસ સત્તા પર પરત ફર્યું છે. નગરપાલિકામાં ભાજપનો 25 વર્ષબાદ પરાજય થતા ભાજપમાં સોપો પડી ગયો છે. જો કે ભાજપના જ આંતરિક સુત્રો અનુસાર અતિઆત્મવિશ્વાસ જ ભાજપને ભારે પડ્યો છે. ભાજપના કેટલાક મહત્વના ઉમેદવારો અને કાર્યકરો વારંવાર અન્યાયને પગલે કોંગ્રેસમાં જતા રહ્યા છતા સ્થાનિક આગેવાનોએ ધ્યાન આપ્યું નહોતું.
***
*બોટાદ નગરપાલિકામાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ બિન હરીફ*
જિલ્લાની ગઢડા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની મુદત પૂર્ણ થતા પ્રમુખ ઉપપ્રમુખની ચુંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે હર્ષાબેન સુરેશભાઈ મેર અને ઉપ્રમુખ તરીકે બુધાભાઈ પરમાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ગઢડા નગરપાલિકામા કુલ ૭ વોર્ડ આવેલા છે. જેમા નગરપાલિકા પર છેલ્લા ૨૦ વર્ષથી ભાજપની સત્તા છે
**
*આઇપીએસ અધિકારીઓ સાથે મુખ્યમંત્રીની મુલાકાત*
ગુજરાતને ફાળવવામાં આવેલા 2019ની બેચના સાત પ્રોબેશનરી તાલીમી IPS અધિકારીઓને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી મળ્યા હતા. સાત તાલીમી IPS અધિકારીઓ હાલ કરાઇ પોલીસ અકાદમીમાં તાલીમ લઇ રહ્યા છે તા.૧ સપ્ટેમ્બરથી તેઓ તેમને ફાળવાયેલા જિલ્લાઓ ભરૂચ, જૂનાગઢ, મોરબી, ખેડા, વડોદરા ગ્રામ્ય, અમદાવાદ ગ્રામ્ય અને ભાવનગરમાં અજમાયશી અધિકારી તરીકે સેવાઓ માટે નિયુક્ત કરવામાં આવશે.
**

**
*કોંગ્રેસમાં નવા અધ્યક્ષની જાહેરાત ટળી*
કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સોનિયા ગાંધી હાલના સમયમાં પાર્ટીના વચગાળાના પ્રમુખ રહેશે. તમને જણાવી દઇએ કે કોંગ્રેસમાં નેતૃત્વની કટોકટી વચ્ચે કોંગ્રેસ કાર્યકારી સમિતિ સીડબ્લ્યુસીની બેઠક ચાલી રહી હતી.
**
*સુરત: દેશી તમંચા બનાવવાનું કારખાનુ ઝડપાયું*
સુરતના પાંડેસરા વિસ્તારમાંથી દેશી તમંચાનું કારખાનું ઝડપાયું છે. પીસીબીએ તમંચા અને તમંચો બનાવવા વપરાયેલી અલગ-અલગ સાધનસામગ્રી સહિત એક આરોપીની ધરપકડ કરી છે. જ્યારે એકને વોન્ટેડ જાહેર કર્યો છે.આ કારખાનું મનોજ લક્ષ્મી પ્રસાદ યાદવ નામનો શખ્સ ચલાવતો હતો આરોપી મનોજ યાદવે જણાવ્યું હતું કે, રાજમની વિશ્વકર્મા નામના શખ્સ પાસેથી તે તમંચો બનાવવાની સાધન સામગ્રી ખરીદી કરતો હતો જે બાદ તમંચો બનાવી અલગ અલગ લોકોને વેચાણ કરતો હતો
**
*૧ કરોડ યાત્રીઓએ કરી વગર ટિકિટ યાત્રા કરી*
ટ્રેનમાં વગર ટિકિટ યાત્રા કરનાર પાસેથી રેલવેએ કરોડો રૂપિયાની આવક એકત્રિત કરી છે. એક આરટીઆઇથી પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર વર્ષ 2019-20માં રેલવેએ ૧ કરોડથી વધારે યાત્રીઓને વગર ટિકિટ મુસાફરી કરતા પકડ્યા હતા જેમના પર દંડ દ્વારા 561.73 કરોડ રૂપિયા રિકવર કર્યા છે.
**
*PUC સહિતના ડોક્યુમેન્ટ માટે સરકારે આપી છૂટછાટ*
કેન્દ્ર સરકારે કોરોના સંકટ વચ્ચે સામાન્ય લોકોને મોટી રાહત આપતા મોટર વાહન દસ્તાવેજો (આરસી) મોટર વ્હિકલ્સનું પ્રમાણપત્ર, ફિટનેસ, નોંધણી પ્રમાણપત્રો (આરસી), મોટર વ્હીકલ ડોક્યુમેન્ટ્સ જેવા દસ્તાવેજોની માન્યતા વધારીને 31 ડિસેમ્બર 2020 સુધી કરી દીધી છે. આ સાથે લોકોને તેમના વાહનના અંતિમ દસ્તાવેજો નવીકરણ કરવામાં ઘણો સમય મળશે.
**
*અનલોક-4: મેટ્રો શરૂ થશે પણ શાળા-કોલેજો રહેશે બંધ*
ગૃહ મંત્રાલયના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે અનલોક -4માં પણ શાળાઓ અને કોલેજો બંધ રહી શકે છે. વિવિધ પરીક્ષાઓની મંજૂરી બાદ આવી અટકળો કરવામાં આવી રહી હતી કે શાળા-કોલેજ વગેરે સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અનલોક -4 માં ખુલી શકશે. પરંતુ સૂત્રોના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે અનલોકના આ તબક્કામાં પણ સરકારે શાળા કોલેજો ખોલવાની મંજૂરી આપી નથી.
**
*નેશનલ હાઈવે: અકસ્માતનો ભોગ બનેલા લોકોની સારવાર માટે વિચારણા*
માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને મફત તબીબી સારવાર આપવાની પણ જોગવાઈ હતી જો કે આ વિષય પર ગંભીરતાથી વિચારીને સરકાર હવે નવી યોજના પર કામ કરી રહી છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટોલ ટેક્સ અંગે અકસ્માતનો ભોગ બનેલા લોકોની સારવાર માટે વિચારણા કરવામાં આવી રહી છે.
**
*સુરતમાં ખાડી ફરી ઓવરફ્લો થતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘુસ્યા*
સુરત શહેરમાં ભારે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે. વિતેલા 24 કલાક દરમિયાન એકંદરે શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે.
*
*હવે સુરતના રસ્તાઓ પર દોડશે ઈલેક્ટ્રિક બસ ટ્રાયલ શરૂ*
સુરત શહેરના રસ્તાઓ પર પર્યાવરણની જાળવી માટે ઈલેક્ટ્રિક બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. પાલિકાની દરખાસ્ત 300 બસની હતી જો કે સરકારે 150 બસ મંજૂર કરી છે. 1.07 કરોડ રૂપિયાની એક બસ પર સરકાર દ્વારા 45 લાખ રૂપિયા સબસિડી આપવામાં આવી છે
**
*હવે 40 લાખ સુધીના વાર્ષિક ટર્નઓવર વાળાને GST માંથી મુક્તિ*
નવી દિલ્હી વાર્ષિક 40 લાખનું ટર્નઓવર કરનારા વેપારીઓ માટે રાહતના આ વ્યાપારીઓને ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ મુક્તિ આપવા નાણા મંત્રાલયે નિર્ણય કર્યો છે.
*
*ગુજરાત હાઈકોર્ટનો સરકારને આદેશ IAS કમિટી રચના કરો*
અમદાવાદ કોરોના મહામારીનો સામનો કરવા ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને વધુ એક મહત્વપૂર્ણ આદેશ કર્યો છે.હાઈકોર્ટે રાજ્યની તમામ સરકારી અને સિવિલ હોસ્પિટલોની મુલાકાત લેવા માટે પાંચ વરિષ્ઠ IAS અધિકારીઓની કમિટી રચવા આદેશ કર્યો છે. 4 સપ્ટેમ્બર સુધીમાં કોરોનાની સારવારની ખામીઓ અને સુધારણા માટેના સૂચનો સાથે રજૂ કરવા રાજ્ય સરકારને આદેશ આપ્યો છે
**
*રાજકોટ-સુરેન્દ્રનગર વચ્ચેં ડબલ ટ્રેકના બે સેકશનનું કામ પૂર્ણ*
સુરેન્દ્રનગર વચ્ચે ડબલ ટ્રેકનો મહત્વના પ્રોજેકટને લોકડાઉનમાં પસેન્જર ટ્રેનો બંધ હોવાથી ગતિ મળી છે. છેલ્લા પાંચેક મહિનાથી આ પ્રોજેકટ પર રેલવે તંત્રએ ફોકસ કરીને કાર્યને ઝડપી બનાવતા બે સેકશનનું કામ પુરુ થઈ ગયુ છે.
**
*કચ્છમાં માંડવી તાલુકા ગઢશીશાનો ખાસરો ડેમ તૂટયો*
કચ્છમાં ચોમાસા પૂર્વે ડેમોની સફાઈ થવી જોઈએ અને તેની મજબુતાઈ પણ ચકાસવી જોઈએ પરંતુ સિંચાઈ વિભાગ દ્વારા આ પ્રકારની કામગીરી કરાતી ન હોવાથી ચોમાસામાં ભારે વરસાદના કારણે નાના-મોટા ચેકડેમો પોતાની ક્ષમતા ગુમાવી નાખતા હોય છે. પરિણામે, આસપાસ મોટુ જોખમ ઉભુ રહે છે. ત્યારે, માંડવી તાલુકાના ગઢશીશામાં આવેલ ખાસરો નામનો ડેમ તુટતા આજુબાજુનો વાડી વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હતો.
**
*SBIની હોમ લોન ગ્રાહકો માટે ઑફર*
SBI પોતાના ખાતાધારકો માટે અવારનવાર કેટલીક ઑફર્સ લઇને આવતી રહે છે. આ વચ્ચે ગ્રાહકો માટે એક નવી ઑફર લઇને આવી છે જેની હોમ લોન બેન્કમાં ચાલી રહી છે. બેન્ક હવે તે ગ્રાહકોને તરત જ એક ટૉપઅપ લોન ઑફર કરી રહી છે. I Home Top Up Loan‘ ઑફર અંતર્ગત તમને ફક્ત 3 સ્ટેપમાં લોન મળી જશે. આ સરળ લોન માટે તમારે SBI YONO દ્વારા અરજી કરવાની રહેશે.મળશે ઓવરડ્રાફ્ટની સુવિધાઆ લોન ખૂબ જ ઓછા વ્યાજ દરે મળી રહી છે. આ લોનની પ્રોસેસિંગ ફી ખૂબ જ ઓછી છે અને કોઇ હિડન ચાર્જ રાખવામાં નથી આવ્યા ગ્રાહક 30 વર્ષના સમય માટે લોન લઇ શકે છે. વધુ જાણકારી માટે અહીં સંપર્ક સાધો આ લોન માટે ભારતના નાગરિક અને એનઆરઆઇ બંને અરજી કરી શકે છે. તેના માટે લઘુત્તમ આયુ 18 વર્ષ અને મહત્તમ આયુ 70 વર્ષ હોવી જોઇએ. વધુ જાણકારી માટે feedback.yono@sbi.co.in પર મેલ કરો અથવા 1800 11 1101 પર કૉલ કરો.
**
*નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઈ પટેલ*
મહેસાણા જિલ્લામાં ભારે વરસાદને લીધે સર્જાયેલ સ્થિતીના પગલે મહેસાણા શહેરમાં અરસગ્રસ્ત થયેલ વિવિધ વિસ્તારોની સ્થળ સમીક્ષા કરી. મોડલ સ્કુલ ખાતે સ્થળાંતરીત કરેલા લોકો સાથે મુલાકાત કરીને સ્થાનિક વહિવટી તંત્ર અને કાર્યકરોને ભોજન તથા વિવિધ સુવિધાઓ પુરી પાડવા માટેના સુચનો કર્યાં.
**
*રાયગઢમાં પાંચ માળની ઈમારત થઈ ધરાશાયી*
મહારાષ્ટ્રમાં થઈ મોટી દુર્ઘટના રાયગઢમાં પાંચ માળની ઈમારત થઈ ધરાશાયી 200 લોકો દટાયા હોવાની આશંકા
**
*બિગ બોસ 14 કેમ મોકૂફ, શું બન્યું?*
ખાનગી મીડિયાએ પોતાના અહેવાલમાં સ્રોતને ટાંકીને લખ્યું છે કે ચેનલ અને નિર્માતાઓએ એક મહિનો આગળ શોમાં ફેરવવો પડશે કારણ કે મુંબઇમાં ભારે વરસાદથી સેટ પરના સમારકામના કામને નુકસાન થયું છે. વરસાદને કારણે હવે રિપેરિંગ કામમાં વિલંબ થશે. બિગ બોસ સેટ સ્પર્ધકો માટે સંપૂર્ણ તૈયાર નથી. સેટ પર તમામ સાવચેતી રાખવામાં આવી રહી છે
*