દેશના પ્રથમ વર્ચ્યુઅલ એક્સપોને અભૂતપૂર્વ પ્રતિસાદ.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક્સપો ખુલ્લો મુક્યો સરકાર તરફથી તમામ મદદની ખાતરી આપી

અમદાવાદના કાપડના વેપારીઓ દ્વારા શરૂ કરવામાં આવેલા દેશના પ્રથમ અને સૌથી લાંબા વર્ચ્યુઅલ ટેક્સટાઇલ એક્સ્પોને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ખુલ્લો મુક્યો હતો. ટેક્સટાઇલ એક્સ્પોને પ્રથમ દિવસે જ અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. દેશ અને દુનિયાભરમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં કાપડના વ્યાપારીઓએ ટેક્સટાઇલ એક્સ્પોની ઓનલાઇન વિઝીટ કરી હતી. જ્યારે દુનિયાના જુદા જુદા પ્રદેશોમાંથી પોટાના મટીરીયલ માટે ઇન્કવાયરી મળતાં સ્ટોલધારકો પણ ખુશ થઈ ગયા હતા.

કોરોનાના કહેરને લઈને કાપડ ઉદ્યોગમાં પ્રવર્તી રહેલી મહામંદીમાંથી વેપારીઓને બહાર લાવવા માટે અને વેપારીઓને ફરીથી મોટા ઓર્ડર મળતા થાય તેના માટે મસ્તી કાપડ મહાજન દ્વારા વર્ચ્યુઅલ ટેક્સટાઇલ એક્સ્પોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદની રિલાયન્સ અને અરવિંદ સહિતની તમામ મોટી બ્રાન્ડ જોડાઈ છે. ૯૦ દિવસ સુધી ચાલનારા ટેક્સટાઇલ એક્સ્પોની 100 દેશના વેપારીઓ વિઝીટ કરે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

કોઈ પણ દેશનો કોઇપણ વેપારી કોઈપણ સ્ટોલની વિઝીટ લઈ તેની વિગતો મેળવી શકે તેના માટે ઓનલાઈન બીઝનેસ મીટીંગ અને વ્યાપારી વચ્ચે બિઝનેસ ચેટિંગ થાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈપણ માટેની તમામ વિગતો રીતે વેપારીને આંગળીના ટેરવે મળી રહે તેવી પણ ગોઠવણ કરવામાં આવી છે.

ટેક્સટાઇલ એક્સ્પોના આયોજકો ગૌરાંગ ભગત, બાબુલાલ સોનીગરા તથા નરેશ શર્માએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીએ એક્સપો ખુલ્લો મૂકતી વખતે વેપારીઓને તમામ પ્રકારનો સહયોગ આપવાની પણ ખાતરી આપી હતી. સાથે સાથે દેશમાં પ્રથમ વખત વર્ચ્યુઅલ ટેક્ષ્ટાઈલ એક્સ્પો યોજાઈ રહ્યો હોય વેપારીઓમાં પણ ભારે ઉત્તેજના જોવા મળી રહી છે ત્યારે પ્રથમ દિવસે ખૂબ મોટા પ્રમાણમાં લોકો એ એક્સપોની વિઝીટ કરી હતી

Tagged