*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *🌹તા. 24/08/2020- 🌹* *સોમવાર*

*મોરબી ધોરાજી સહિત ગુજરાતમાં ઘર-ઘરમાં ગણેશોત્વસની ઉજવણી*
દેશની બે દીકરીઓ, એક દીકરીપ્રાચી ગણેશજીની પ્રતિમાના કાનમાં અને બીજી દીકરી ભાગ્યશ્રી હાથ જોડીને ગણેશજીને પ્રાર્થના કરી રહી છે કે, હે.. ભગવાન દેશમાંથી કોરોના વાઇરસની મહામારી માંથી મુક્તિ આપો અમને બીજુ કઈ જોઈતું નથી. અમને ખાતરી છે કે, આપની પ્રતિમા સાથે કોરોના વાઇરસનું પણ વિસર્જન થઈ જશે. ગણપતિ બાપ્પા મોર્યા..

*આજે 1.27 લાખથી વિદ્યાર્થીઓની ગુજકેટની આપશે*
24 થી 27 ઓગસ્ટ સુધીમાં ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 2,82,961 વિદ્યાર્થીઓની ગુજકેટ સાથે ધોરણ 12 સાયન્સ અને ધોરણ 10 ની પૂરક પરીક્ષા લેવાશે. કોરોનાના કહેર વચ્ચે યોજાનારી આ માધ્યમિક શિક્ષણ બોર્ડની આ સૌથી મોટી પરીક્ષા છે. આ માત્ર વિદ્યાર્થીઓની નહી શિક્ષણ બોર્ડ અને સરકાર માટે પડકાર સાબિત થશે.
*
*સોનિયા ગાંધીએ અધ્યક્ષ પદ છોડવાની તૈયારી દર્શાવી*
કોંગ્રેસમાં સોનિયા ગાંધીએ વચગાળાના અધ્યક્ષ તરીકે એક વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો છે અને હવે પક્ષ પોતાના નવા અધ્યક્ષની પસંદગી કરવા નવેસરથી વિચારણા કરી રહ્યો છે નવા અધ્યક્ષની પસંદગીના મુદ્દે કોંગ્રેસમાં આંતરિક મતભેદ રાહુલને અધ્યક્ષ બનાવવા માટે માંગ ઉઠી

*સુરત: લૂંટના ઇરાદે ફરતા ખજૂરી ગેંગના 6 ઝડપાયા*
સુરતમાં શહેરના મહિધરપુરા વિસ્તારમાં આંગડિયા પેઢીમાં લૂંટ ચલાવવાના ઇરાદે ફરતા ખજૂરી ગેંગના 6 સાગરીતોને મહિધરપુરા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી ઘાતક હથિયારો સહિતનો મુદ્દામાલ કબજે કરી તમામની ધરપકડ કરવામાં આવી છે.

*રાજૂ ધ્રૂવનું પાટિલે જાહેરમાં કર્યુ અપમાન સૌરાષ્ટ્રમાં નારાજગી*
રાજકોટમાં યોજાયેલી ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલની પ્રેસ કોન્ફરન્સની વિડિયોગ્રાફીનો એક ટૂકડો સોશિયલ મીડિયામાં જોર શોરથી વાયરલ થઇ રહ્યો છે. સી.આર પાટીલની પ્રેસ કોન્ફરન્સમાં સિનિયર નેતા રાજુ ધ્રુવને જે રીતે ઉતારી પાડ્યા તેના પાર્ટીના કાર્યકર્તાઓમાં તીવ્ર પ્રત્યાઘાત પડ્યા છે.
*
*ભારતનો ચીનને વધુ એક ઝટકો 44 વંદે ભારત ટ્રેનનું ટેન્ડર રદ*
નવી દિલ્હી: તાજેતરમાં ભારત સરકારે લીધેલા એક નિર્ણયે ચીનને ઝટકો આપ્યો છે. કેન્દ્ર સરકારે 44 ‘વંદે ભારત ટ્રેનનું ટેન્ડર રદ કરી નાખ્યું છે. રેલવે મંત્રાલયે આ અંગેની જાણકારી આપી હતી.
**
*રાજકોટ: પીએસઆઇ તરીકે ઓળખ આપીને રૂપિયા પડાવ્યા*
ભુતકાળમાં નકલી પોલીસની ઓળખ આપીને લોકોને છેતરવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. હવે નકલી પીએસઆઇની ઓળખાણ આપી છેતરપિંડી કરવાનો વધારે એક કિસ્સો સામે આવ્યો છે.
**
*રાજકોટમાં નકલી પોલીસને આતંક*
શહેરમાં થોડા દિવસ પહેલા સોનાના વેપારીને ત્યાં પોલીસની ઓળખ આપીને દાગીના લઇ ગયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ફરી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. એક યુવાન વેપારીને નકલી પોલીસ બની બેઠેલા ત્રણ જેટલા શખ્સો રૂપિયા પડાવ્યા હતા જેની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે બે નકલી કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. જ્યારે નકલી પીએસઆઇની શોઘખોળ હાથ ધરી છે.
**
*ગુજરાત સરકારે લીધો ક્રાંતિકારી નિર્ણય*
લોકોના નળ સુધી પાણી પહોંચાડવા ગુજરાત સરકારે લીધો ક્રાંતિકારી નિર્ણય
રાજ્યના નગરો-મહાનગરોમાં અડધા ઇંચ સુધીના ગૃહ વપરાશના ખાનગી સ્વતંત્ર રહેણાંકના ભુતિયા-ગેરકાયદે જોડાણો 31 ડિસેમ્બર 2020 સુધીમાં માત્ર પ૦૦ની નજીવી ફી લઇને નિયમીત-રેગ્યુલરાઇઝડ કરી આપવામાં આવશે
**
*મુંબઇથી સુરત તરફ જતા કાર ચાલકનો અકસ્માત*
વાપી હાઇવે સ્થિત યુપીએલ કંપનીની સામે વાઈબ્રન્ટ વેજીટેબલ માર્કેટ સામે આ અકસ્માત સર્જાયો હતો. મુંબઈથી સુરત તરફ જતી ક્રેટા કારના ચાલકે કાબૂ ગુમાવતા ડિવાઇડર કૂદી રોંગ સાઇડે ટેમ્પો સાથે અથડાય હતી. કારમાં સવાર એક જ વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
**
*ચમત્કારી શક્તિથી ધાર્યા કામ કરાવતા બે ઠગબાજો*
વડોદરા પોલીસે બે ઠગ બાજોને ઝડપી પાડ્યા છે. જમીન સહિત કૌટુંબિક તકરારના કેસોમાં વિજય અપાવવાની ખાતરી આપીને આરોપી છેતરપિંડી કરતા હતા. વડોદરા-શહેર પોલીસની ટીમે ટ્રેપ ગોઠવીને ઠગ બાજોને ઝડપી પાડયા હતા પોલીસે કાર સહિત 10.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મહુવા તાલુકાના વિનોદ જાની અને રવિ જોશી નામના બે ગઠિયા છે.
**
*અમદાવાદ: ASI કંટ્રોલરૂમમાં આપઘાતનો મેસેજ કર્યો*
શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI એ પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરીને પગાર બિલ અને GP ઉપાડવા માટેનું ફોર્મ ભર્યું હોવા છતા કાર્યવાહી ન થતા પોતે આત્મહત્યા કરવા પર મજબુર હોવાની જાણ કરતા પોલી પીઆઇએ જણાવ્યું કે, ASI એ ફોર્મ ભર્યું હતું. તેમના મકાન માટે પૈસા જોઇતા હતા
**
*ગુજરાતમાં બારે મેઘ ખાંગા*
22 તાલુકામાં 2 ઇંચ સુધીનો વરસાદ 14 તાલુકામાં 2થી 4 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો પાટણના સરસ્વતીમાં 8.1 અને મહેસાણામાં 6.5 ઇંચ વરસાદ
15 તાલુકામાં 4થી 11 ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો
**
*ઉત્તર ગુજરાતના 15 તાલુકમાં 4 ઇંચથી 11.3 ઇંચ વરસાદ*
તાલુકામાં 2થી 4 ઇંચ સુધી, 11 તાલુકામાં 1થી 2 ઇંચ સુધી અને 11 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.
**
*બારે મેઘ ખાંગા ઠેર ઠેર પાણી પાણી*
ગીરમાં 10, ધોરાજીના છત્રાસામાં 3 કલાકમાં 6, મોરબીમાં 4 અને જુનાગઢમાં 3 ઈંચ વરસાદ, દામોદર કુંડ બે કાંઠે, ઠેર ઠેર પાણી પાણી
જુનાગઢના દામોદર કુંડમાં ઘોડાપૂરધોરાજીના છત્રાસા ગામે ધોધમાર 6 ઈંચ વરસાદ ખાબક્યો છે. મોરબીમાં રસ્તા પર પાણી ભરાયા
**
*કડીમાં આભ ફાટ્યું 12 ઈંચ વરસાદ ખાબક્યો*
મહેસાણા પંથકમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. કડીમાં આભ ફાટ્યાની સ્થિતી ઉદભવી છે, જેમાં સવારથી લઇને સાંજ સુધીમાં 12 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના કારણે સમગ્ર કડી જળમગ્ન બની ગયું છે.
**
*દક્ષિણ ગુજરાતના તમામ 32 તાલુકામાં વરસાદ*
હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમા તમામ 32 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે વરસાદ તાપી જિલ્લાના ડોલવણમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે.