દેડીયાપાડા તાલુકાના કંજાલ રોડ પરની તુકનેર નદીમાં સ્નાન કરવા ગયેલો યુવાન પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જતાં લાપતા.

નર્મદા જિલ્લાના દેડિયાપાડા થી 18 કિ.મી ના અંતરે તુકનેર નદી આવેલી છે.જેમાં નહાવા ૧૮ વર્ષનો યુવાન તનાઈ ગયો જતા લાપતા રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે શોધખોળ કરી રહી હતી.
દેડીયાપાડા તાલુકાની તુકનેર નદીમાં તણાયેલા યુવાનના કલાકે પણ કોઈ સગડ નથી.
રાજપીપળા,તા.24
નર્મદા જિલ્લામાં છેલ્લા દસ દિવસથી મૂશળધાર વરસાદ વરસ્યો છે. જિલ્લાના તમામ નદીઓમાં પાણીના પ્રવાહ વધ્યા છે, ત્યારે દેડિયાપાડાનો એક યુવાન કંજાલ ગામ ગામ તરફના માર્ગો ઉપર આવેલી નદીમાં નહાવા જતા નદીના તેજ પ્રવાહમાં તણાઈ ગયો હતો, ત્યારે સ્થળ પર હાલ જ એક પોલીસ જવાની એક યુવાનને કે તેજ ભંવરમાં ફસાયો તે તેને બચાવ્યો હતો. નર્મદા જીલ્લાના દેડિયાપાડા થી કજાલ જવાના મુખ્ય માર્ગ ઉપર 18 કિ.મી અંતરે તુકનેર નદી આવેલી છે. જેમાં નહાવા માટે વસાવા મુકેશભાઈ ચીમનભાઈ (ઉંમર વર્ષ 18 રહે, બંગલા ફળિયું, દેડીયાપાડા)તા. 21 /8/20 ના રોજ સાંજે 5 કલાકે પોતાના મિત્ર વસાવા રવિન્દ્રભાઈ શંકરભાઈ (રહે, નિવાલ્દા ) સાથે નદીમાં ન્હાવા માટે ગયેલા જ્યાં અન્ય યુવાનો પણ નદીમાં અહીં રહ્યા હતા,ન્હાવા માટે મુકેશ વસાવા એ નદીમાં કૂદકો મારતા પાણીનો પ્રવાહ વધારે હોય જેથી પાણીના વહેણમાં તણાઇ ગયો હતો.પોતાના મિત્રને નદીના તેજ પ્રવાહમાં તણાઈ જોઈને સાથેનો મિત્ર અવાચક થઈ ગયો હતો, બુમરાણ કરી હતી.પરંતુ અન્ય લોકો આવે એ પહેલા જ મુકેશ નદીના તેજ પ્રવાહમાં તણાઈને ડૂબી ગયો હતો.આ વખતે હાજર દેડીયાપાડા પોલીસ મથકમાં ફરજ બજાવતા એક જમાદારે અન્ય એક યુવાનને કે જે ન્હાવા પડેલ અને નદીના ગોળ ભંવરમાં ફસાયો હતો,તેને વાસનો સહારો આપી પાણીના તેજ પ્રવાહમાં તણાતા બચાવ્યો હતો.યુવાન નદીના તેજ પ્રવાહમાં તણાઈ જવા ની જાણકારી દેડીયાપાડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.આર.ડામોરને થતા તેમની ટીમ તથા રેસ્ક્યુ ટીમ સાથે મળીને બનાવના સ્થળે પહોંચી ગયા હતા અને યુવાનની શોધખોળના અંતે પણ યુવાનો કોઈ જ પત્તો ન લાગતા 48 કલાક ઉપર થઈ જતા લખાઈ રહ્યું છે, ત્યારે હજી પણ પાણીમાં ડૂબેલા યુવાનો કોઈ જ પત્તો ન લાગતા દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ રજિસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા