રાજપીપલા, તા. 24
રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આઈસીડીએસની અનોખી પહેલ સંદર્ભે તા. ૨૫ મી ઓગસ્ટ, ૨૦૨૦ ને મંગળવારના રોજ બપોરે ૨ થી ૩ કલાકે ટી.વીના માધ્યમથી વંદે ગુજરાત ચેનલ-૧ પર અને મોબાઇલના માધ્યમથી જીઓ એપ મારફતે વંદે ગુજરાત ચેનલ-૧ પર તેમજ ફેસબુક ડબ્લ્યુસીડી ગુજરાત પેજ પર કિશોરીઓ માટે યોગ અને વેસ્ટમાથી બેસ્ટ વિષય પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવનાર છે. દરેકને આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ અચૂક નિહાળવા તેમજ જે દર્શક મિત્રો આ કાર્યક્રમના જીવંત પ્રસારણનો લાભ ન લઈ શક્યા હોય તેઓ ડબ્લ્યુસીડી ગુજરાતની યુ ટ્યુબ ચેનલ પરથી કાર્યક્રમ નિહાળી શકશે તેમ, જિલ્લા આઈસીડીએસ વિભાગના પ્રોગ્રામ ઓફીસર કિષ્નાકુમારી પટેલ રાજપીપલા તરફથી જણાવાયું છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા