નર્મદા જિલ્લામાં ફરી આભ ફાટ્યું. દેડીયાપાડામાં પાંચ ઇંચ અને સાગબારા તાલુકામાં ચાર ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ.

તિલકવાડામાં, નાંદોદ, ગરુડેશ્વર તાલુકામાં એક એક ઈંચ વરસાદ.
નર્મદામાં સતત 12 દિવસથી સતત એકધારો વરસાદ પડી રહ્યો છે.
નર્મદા ડેમની સપાટીમાં પણ સતત વધારો.
રાજપીપળા,તા.24
નર્મદાના જિલ્લામાં બીજા સપ્તાહમાં ફરી એકવાર વરસાદ ખીજાયો છે. નર્મદા બે તાલુકાઓમાં આભ ફાટ્યું હતું. દેડીયાપાડા પાંચ ઇંચ અને સાગબારા તાલુકામાં ચાર ઇંચ વરસાદ થી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ.જ્યારે તિલકવાડા, નાંદોદ, ગરુડેશ્વર તાલુકામાં એક એક ઈંચના વરસાદથી નર્મદા જિલ્લો પાણી પાણી થઇ જવા પામ્યો છે.
પૂર નિયંત્રણ કક્ષના સત્તાવાર વરસાદના આંકડા પ્રમાણે આજે સૌથી વધુ વરસાદ દેડીયાપાડા તાલુકામાં 122 મીમી (પાંચ ઇંચ ) વરસાદ નોંધાયો છે, જ્યારે સૌથી ઓછો ગરુડેશ્વર તાલુકા માં એક ઈંચ (22 મીમી ) વરસાદ નોંધાયો છે, જ્યારે નાંદોદ તાલુકા માં એક ઈંચ( 26 મીમી )નોંધાયો છે, અને સાગબારા તાલુકામાં ચાર ઈંચ (93 મીમી) વરસાદ નોંધાયો છે. તિલકવાડા તાલુકો (એક ઇંચ )29 મીમી વરસાદ નોંધાયો .આજે નર્મદામાં 24 કલાકમાં સવારના 6 વાગ્યા સુધીમાં 292 મીમી ( સરેરાશ 48 મીમી ) વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-1522 મીમી વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- 1060 મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, તિલકવાડા તાલુકો- 710 મિ.મિ. સાથે તૃતિય સ્થાને, નાંદોદ તાલુકો-707 મિ.મિ. સાથે ચોથા ક્રમે અને ગરૂડેશ્વર તાલુકો -592 મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે. જિલ્લામાં આજદિન સુધીમાં કુલ મોસમનો વરસાદ 4630 મિમિ ( સરેરાશ 926 મીમી) વરસાદ નોંધાયો છે.
જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ- 126.71 મીટર, કરજણ ડેમ- 110.20 મીટર, અને ચોપડવાવ ડેમ- 187.79 મીટરની સપાટી રહેવા પામી છે,નાના કાકડીંઆંબા ડેમ- 187.55 મીટર નોંધાઈ છે.જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ 14.29 મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. તમામ ડેમોની વધતી જતી સપાટી ઉપર સતત મોનિટરિંગ થઈ રહ્યું છે.

તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા