નવી દિલ્હી: દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં હાલ શાહીનબાગ હોટ ફેવરીટ ઈસ્યુ બન્યો છે. ભાજપના રાષ્ટ્રીય સચિવ તરુણે શાહીનબાગની તુલના આતંકી સંગઠન ઈસ્લામીક સ્ટેટ (આઈએસઆઈએસ) સાથે કરી હતી. એટલું જ નહીં. તેમણે ભાજપ નેતા અનુરાગ ઠાકુરના એ બયાનનું પણ સમર્થન કર્યું છે. જેના માટે ઠાકુર પર કાર્યવાહી થઈ છે. તરુણે ટવીટ કર્યું હતું કે અમે દિલ્હીને સીરિયા નહી બનવા દઈએ. તેમને (શાહીનબાગના પ્રદર્શનકારીઓ) આઈએસના મોડયુલથી કામ ન કરવા દઈએ તો ભાજપના અન્ય નેતા પ્રવેશ વર્માએ શાહીનબાગની તુલના કાશ્મિર સાથે કરી હતી તો અમિત શાહે નજફગઢની રેલીમાં કહેલું. આમ શાહીનગઢ વાળાઓ સાથે છો કે ભારત માતાના પુત્રોની સાથે.
Sureshvadher only news group
9712193266