રાજકોટ સહિત ૩૩ જિલ્લાના વડામથકે જીઓની 5G સેવા શરૂ
ગુજરાત આજથી તમામ ૩૩ જિલ્લા મથકોમાં જિયો ટ 5G મેળવનાર ભારતનું પ્રથમ બન્યું ગ્રાહકોને કોઈ વધારાના ખર્ચ વિના ૧ઋબાતથી વધુની સ્પીડ સાથે અમર્યાદિત 5G ડેટા મળશે
જિયો તેના ટ્રુ 5G નેટવર્કને ખૂબ જ ઝડપી ગતિએ લોન્ચ કરી રહ્યું છે. આજે જિયોએ તેના ટ્રુ–5G કવરેજને ગુજરાતના રાજકોટ સહિત ૩૩ જિલ્લા મુખ્યમથકો સુધી પહોંચાડીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે, જેનાથી તમામ જિલ્લા મુખ્યમથકોના ૧૦૦% વિસ્તારમાં જિયો ટ્રૂ 5G કવરેજ મેળવનાર ગુજરાત ભારતનું પ્રથમ રાય બન્યું છે.
ગુજરાત એક વિશિષ્ટ્ર સ્થાન ધરાવે છે કારણ કે તે રિલાયન્સની જન્મભૂમિ છે. આ વ્યૂહાત્મક જાહેરાત ગુજરાત અને તેની જનતાને સમર્પિત છે. એક આદર્શ રાય તરીકે ગુજરાતમાંજિયો શિક્ષણ, આરોગ્યસંભાળ, કૃષિ, ઉધોગ ૪.૦ અને ઈંઘઝ ક્ષેત્રોમાં ટ્રુ 5G–સંચાલિત અભિયાનોની શ્રેણી શ કરશે અને પછી તેને સમગ્ર દેશમાં વિસ્તારશે.
ગુજરાતમાં આ શુભ–આરભં એક મહત્વપૂર્ણ ટ્રુ 5G–સંચાલિત પહેલ એયુકેશન–ફોર–આલ સાથે થશે, જેમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને જિયો શઆતમાં ગુજરાતમાં ૧૦૦ શાળાઓને ડિજિટાઇઝ કરવા માટે સાથે આવી રહ્યા છે. આ પહેલ શાળાઓને આ પ્રકારની સુવિધાઓથી સ કરશે:
૧. જિયોટ્રૂ 5G કનેકિટવિટી
૨. એડવાન્સ કન્ટેન્ટ પ્લેટફોર્મ
૩. શિક્ષક અને વિધાર્થીઓ વચ્ચે સમન્વય માટે પ્લેટફોર્મ
૪. સ્કૂલ મેનેજમેન્ટ પ્લેટફોર્મ
આ ટેકનોલોજીની તાકાત થકી દેશભરના લાખો વિધાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ દ્રારા સશકિતકરણની ડિજિટલ સફરમાં એક અનોખી સુવિધા મળશે.
રિલાન્યસ જિયો ઇન્ફોકોમ લિમિટેડના અધ્યક્ષ શ્રી આકાશ એમ. અંબાણીએ જણાવ્યું કે, અમને આપને જાણ કરતાં કરતાં ગર્વ થાય છે કે ગુજરાત હવે પ્રથમ રાય છે જેના ૧૦૦% જિલ્લા મથકો અમારા મજબૂત ટ્રુ 5G નેટવર્ક સાથે જોડાયેલા છે. અમે આ ટેકનોલોજીની વાસ્તવિક શકિત અને તે કેવી રીતે એક અબજ લોકોના જીવનને અસર કરી શકે તેદર્શાવવા માંગીએ છીએ.
આપણા માનનીય વડાપ્રધાનના ફોકસ એરિયામાં શિક્ષણ મહત્વનું સ્થાન ધરાવે છે. આગામી ૧૦–૧૫ વર્ષેામાં ૩૦૦–૪૦૦ મિલિયન કુશળ ભારતીયો વર્કફોર્સમાં જોડાય તેવી શકિતની કલ્પના કરો. તે દરેક ભારતીયને તેમનું જીવનધોરણ બહેતર બનાવવાની સાથે સાથે વર્ષ ૨૦૪૭ સુધીમાં એક વિકસિત અર્થતત્રં બનવાના આપણા માનનીય વડાપ્રધાનના વિઝનને પણ સાકાર કરવામાં મદદ કરશે.
રિલાયન્સ ફાઉન્ડેશન પહેલેથી જ એયુકેશન એન્ડ સ્પોટર્સ ફોર આલ નામનો પ્રોગ્રામ ચલાવે છે, યાં તે ગુણવત્તાયુકત શિક્ષણ અને રમતગમતમાં તકો ઊભી કરવાની સાથે પાયાના સ્તરે યુવાનોને સક્ષમ અને સશકત બનાવે છે. જિયો અને રિલાયન્સ ફાઉન્ડેશન ‘એયુકેશન ફોર આલ’ અભિયાનને એક નવા સ્તરે લઈ જશે અને શકિતશાળી 5G–ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્લેટફોમ્ર્સ સાથે શાળાઓનું ડિજિટાઈઝેશન કરશે અને તેમને ભારત અને વિશ્વમાં શ્રેત્તમની સમકક્ષ લાવશે.
5G થોડા લોકો માટે વિશેષાધિકાર અથવા આપણાં મોટા શહેરોમાં ઉપલબ્ધ એક વિશિષ્ટ્ર સેવા બનીને ન રહી જાય. તે સમગ્ર ભારતના દરેક નાગરિક, દરેક ઘર અને દરેક વ્યવસાય માટે ઉપલબ્ધ હોવું જોઈએ. ત્યારે જ આપણે આપણા સમગ્ર અર્થતંત્રમાં ઉત્પાદકતા, કમાણી અને જીવનધોરણમાં અસાધારણ રીતે વધારો કરી શકીશું, જેનાથી આપણા દેશમાં એક સમૃદ્ધ અને સમાવિષ્ટ્ર સમાજનું નિર્માણ થશે. આ અમારી સાતત્યપૂર્ણ માન્યતા છે, જે અમારી વી કેર ફિલસૂફીથી પણ પ્રેરિત છે.
૨૫મી નવેમ્બરથી ગુજરાતમાં જિયોના ગ્રાહકોને કોઈ વધારાના ખર્ચ વિના ૧ઋબાત સુધીની ઝડપે અનલિમિટેડ ડેટાનો અનુભવ કરવા માટે જિયો વેલકમ આફર માટે આમંત્રિત કરવામાં આવશે.
જિયો ટ્રૂ 5Gનો ત્રણ ગણો ફાયદો છે જે તેને ભારતમાં એકમાત્ર ટ્રૂ 5G નેટવર્ક બનાવે છે:
૧. ૪ઋ નેટવર્ક પર કોઈપણ પ્રકારની નિર્ભરતા વગર અધતન 5G નેટવર્ક સાથે સ્ટેન્ડઅલોન 5G આર્કિટેકચર
૨. ૭૦૦ ખઈંુ, ૩૫૦૦ ખઈંુ અને ૨૬ઋઈંુ બેન્ડમાં 5G સ્પેકટ્રમનો સૌથી મોટો અને શ્રે સમન્વય
૩. કેરિયર એગ્રિગેશન કે જે કેરિયર એગ્રીગેશન નામની અધતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને 5G ફ્રીકવન્સીઝને એક જ મજબૂત ડેટા હાઇવે માં એકીકૃત કરીને જોડે છે