એસીબી સફળ કેસ
ફરીયાદી –
એક જાગૃત નાગરીક
આરોપી –
અશોકભાઈ ગાંડાલાલ ચાવડા ઉ.વ. ૫૨ નોકરી – જુનીયર કલાર્ક, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર,
દમણગંગા ભવન, વલસાડ
હાલ રહે. સ્નેહ રમણપાર્ક, મકાન નં.૧૯/૨, ગોકુલધામ સોસાયટીની પાછળ, ધરમપુર રોડ, વલસાડ.
મુળ રહે. મ.નં. ૧૫/૩૦૪, વંદેમાતરમ પાર્ક-૨, સેકટર-૨૯, ગાંધીનગર.
ગુનો બન્યા :
તા.૨૦/૦૮/૨૦૨૦
ગુનાનુ સ્થળ :-
દમણગંગા ભવન કચેરીનાં બિલ્ડીંગ નીચે, વલસાડ.
લાંચની માંગણીની રકમ :- ૧,૪૦,૦૦૦/-
લાંચ સ્વીકારેલ રકમ :- ૧,૪૦,૦૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ :- ૧,૪૦,૦૦૦/-
ગુનાની ટુંક વિગત :-
આ કામના ફરીયાદીશ્રીએ ૭૩AA પ્રકારની ૨૩ એકર જમીન કુલ અલગ –અલગ ૯ સર્વે નંબરોવાળી વલસાડ જિલ્લાનાં ધરમપુર તાલુકાનાં તુમ્બી ગામે ખરીદ કરવા સારૂ લખાણ કરેલ હોય, જે જમીન વેચાણ પરવાનગી માટે ખેડુતો દ્વારા અલગ-અલગ ૯ અરજીઓ જીલ્લા પંચાયત કચેરી વલસાડ ખાતે કરવામાં આવેલ.
જે પૈકી ૭ સર્વે નંબરોની ફાઈલો N.O.C. મેળવવા જિલ્લા પંચાયત કચેરી દ્વારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં મોકલવામાં આવેલ હતી. આ કામ આરોપી દ્વારા પુરૂ કરી આપવામાં આવેલ હતુ. પરંતુ ૨ ફાઈલો હજુ બાકી હોય, જેથી એક ફાઈલના રૂા. ૨૦,૦૦૦/- લેખે ૭ ફાઈલનાં કુલ રૂા.૧,૪૦,૦૦૦/- લાંચની માંગણી આક્ષેપિત દ્વારા કરવામાં આવેલી.
ફરીયાદી આ લાંચની રકમ આપવા માંગતાં ન હોય, જેથી ફરીયાદીએ નવસારી એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપતા જે ફરીયાદ આધારે લાંચનુ છટકુ ગોઠવતા આરોપીએ લાંચની રકમ રૂા. ૧,૪૦,૦૦૦/- સ્વીકારી પકડાઇ જઇ ભ્ર.નિ. અધિ. મુજબ ગુનો કર્યા વિગેરે બાબત.
ટ્રેપીંગ અધિકારી :-
શ્રી બી.જે.સરવૈયા,
પોલીસ ઇન્સ્પેક્ટર,
નવસારી એ.સી.બી પો.સ્ટે., નવસારી તથા ટીમ.
સુપર વિઝન અધિકારી :-
શ્રી એન.પી.ગોહિલ,
મદદનીશ નિયામક,
એ.સી.બી. સુરત એકમ,
સુરત.