નર્મદામા ગણેશ પ્રતિમાનું જાહેર પંડાલમાં સ્થાપન સામે ગુનો નોંધાશે: નર્મદા એસપી
મોહરમના જુલુસ પર પણ સરકારે પ્રતિબંધ લાદયો.
રાજપીપળાના બજારમાં પહેલીવાર ૧થી 2 ફૂટની નાની મૂર્તિઓ વેચાણ માટે મુકાઇ
જાહેરનામાનો ભંગના થાય તે માટે પોલીસ બાજ નજર રાખશે.
રાજપીપળા,તા.૨૦
જઆ વખતે કોરોના સંક્રમણને કારણે જાહેર મંડપમાં ગણેશમૂર્તિની સ્થાના સામે પ્રતિબંધ મુકતા નર્મદામાં ગણેશ
મહોત્સવ ફિક્કો પડશે. અને ગણેશ પ્રતિમાનું જાહેર પંડાલમાં સ્થાપનસામે ગુનો નોંધાશે એમ જિલ્લા
પોલીસવડાએ જણાવ્યુ છે.કોરોના મહામારીને કારણે આ વખતે ગુજરાત રારકારે ગણેશોત્સવ સહિતના તહેવારો
પર પ્રતિબંધ મૂકાયો છે. જે અનુસંધાને નર્મદામાં પણ ગણેશ મહોત્સવ અને મોહરમના જુલુસ પર પણ સરકારેપ્રતિબંધ લાદયો છે. જો કોઇ વ્યકિત જાહેરનામાનો ભંગ કરશે તો એની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહીની
પણ જોગવાઇ કરાઇ છે.
આ વખતે તંત્ર દ્વારા પણ ઘરમાં નાની મૂર્તિ સ્થાપી પૂજા કરવા અને નર્મદા પોલીસવડા હિમકરસિંહે પણ અપીલકરી છે. ઘરમાં નાની મૂર્તિનું સ્થાપન કરી એકબે દિવસ પૂજા કરી એક બે વ્યક્તિ વિસર્જન કરે અને જો શક્ય હોય
તો ઘરમાં પાણીની ડોલમાં વિસર્જન કરે તો એ વધુ યોગ્ય છે. પરંતુ જે કોઇ વ્યક્તિ જાહેર પંડાલમાં નાની મૂર્તિ મૂકી
લોકટોળા કરશે કે મોહરમનું જુલુસ કે અન્ય કાર્યક્રમો કરી જાહેરનામાનો ભંગ કરશે તો એની સામે ગુનો નોંધાયો
આવી પ્રવૃતિ ઉપર પોલીસની સતત વોચ રહેશે અને પેટ્રોલિંગ પણ કરવામાં આવશે.એમ નર્મદા પોલીસેજણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષોથી સરકાર ગણેશજીની માટીની નાની મૂર્તિ મુકવા જાગૃતી લાવવા માંથી રહી છે. જેનેકારણે રાજપીપળાના બજારમાં પહેલીવાર ૧થી ૩ ફટની નાની મૂર્તિઓ વેચાણ માટે મુકાઇ છે.
આ વર્ષે રાજપીપળા સહિત નર્મદામાં બજારમાં પણ આ વખતે કોઇ મોટી મૂર્તિ દેખાતી નથી માંડ દોઢ થી બે ફુટનીમૂર્તિઓનુ વેચાણ શરુ થયુ છે. ૫ થી ૧૦ ફૂટની મૂર્તિઓનું સ્થાપન થવાનું નથી તેથી બજારમાં વેચાણ માટે માત્ર ૧થી ર ફૂટ મૂર્તિઓનુજ વેચાણ રાજપીપળા લીમડાચોકમાં શરુ થયુ છે. આ વખતે માટીની નાની મૂર્તિઓ પણ વેચાઈરહી છે. કેરીનાને લઈને જાહેર ગણેશ મહોત્સવ થવાના નથી. તેથી વેપારીઓ આ વખતે ગણપતિની નાની મૂર્તિઓ
વાવ્યા છે. રાજપીપળાના બજારમાં નાની ગણેશજીની મૂર્તિઓ લેવા શ્રધ્ધાળુઓ આવી રહયા છે. એ જોતાં આ વર્ષે જિલ્લામાં ઘણી ઓછી મૂર્તિઓનુ સ્થાપન થશે અને નાની મૂર્તિઓનું સ્થાપન વધારે થશે. લોકો ઘરમાં જ મૂર્તિઓનું
સ્થાપન કરશે.
આ વર્ષે વેપારીઓને વધુ ફટકો પડયો છે. મૂર્તિઓના ભવમ પણ ૨૦ ટકાનો વધારો થયો છે. ફુલોનો હારપૂજાનો સમાન અને શણગાર સાહીત્યનુ પણ ઓછ વેચાણ થવાનું હોવાથી વેપારીઓ પણ નિરાશ જણાઇ રહયા છે.
તસવીર- જ્યોતિ જગતાપ રાજપીપળા