બ્રેકીંગ ન્યૂઝ નર્મદા :
સ્ટેચ્યુ ઓફ યુનિટી ના પ્રવાસીઓને છેતરવાનું વધુ એક કૌભાંડ ઝડપાયું
યુ ટ્યુબ પર સ્ટેચ્યું ઓફ યુનીટીના નામની ખોટી વેબસાઇડ બનાવી યુ ટ્યુબ ઉપર અપલોડ કરી , સ્ટેચ્યું ઓફ યુનીટીની ટીકીટ બુકકરાવવા ઓનલાઇન પેમેન્ટ જમા કરાવી રૂ ૩,૦૫,૯૫૧/-ની ઓનલાઇન ઠગાઇ કરવા નો કિસ્સો સામે આવતા ચકચાર
રાજપીપલા, તા 25
લ્યો કરો વાત સ્ટેચ્યુ ઓફ યુનિટી ના પ્રવાસીઓ પાસે થી ઓનલાઇન ટિકિટ સાથે ચેડાં કરી ટિકિટ ના નિર્ધારિત કરતા વધુ રકમ પ્રવાસીઓ પાસેથી રૂપિયા પડાવવાના બોગસ એજન્ટ નું બેવાર કૌભાંડ પકડાયાના સમાચારની શાહી હજી સુકાઈ નથી ત્યાં જ વધુ એકકૌભાંડનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુ ટ્યુબ પર સ્ટેચ્યું ઓફ યુનીટીના નામની ખોટી વેબસાઇડ બનાવી યુ ટ્યુબ ઉપર અપલોડ કરી , સ્ટેચ્યું ઓફ યુનીટીની ટીકીટ બુકકરાવવા ઓનલાઇન પેમેન્ટ જમા કરાવી રૂ ૩,૦૫,૯૫૧/-ની ઓનલાઇન ઠગાઇ કરવા નો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે કેવડિયા પોલીસ મથકે જુદા જુદા પાંચ મોબાઈલ નંબર આપનાર અજાણ્યા ઈસમો સામે થગાઈ ની ફરિયાદ ફરીયાદી ધીરાભાઇ માનાભાઇ ડામોર (ઉ.વ ૪૧ ધંધો નોકરી રહે. કેવડીયા કોલોની કેટેગરી નવી બી બ્લોક નં.૪૬/૫૪૪
તા.ગરુડેશ્વર જી.નર્મદા મુળ રહે.આ કલીયા તા.કડાણા જી.મહી સાગર)
એ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.
ફરિયાદની વિગત અનુસાર
સદર પાંચ મોબાઇલ નંબરોના વપરાશ કર્તાઓએ ઠગાઇ કરવાના હેતુથી ખોટો ઇલેક્ટ્રોનીક દસ્તાવેજનો રેકર્ડ બનાવી, યુ ટ્યુબ પર સ્ટેચ્યું
ઓફ યુનીટીના નામની ખોટી વેબસાઇડ બનાવી યુ ટ્યુબ ઉપર અપલોડ કરી , સ્ટેચ્યું ઓફ યુનીટીની ટીકીટ બુક કરીએ છીએ તેવી ફોનમાં ખોટી ઓળખ આપી , વિશ્વાસઘાત
કરી , ઠગાઇ કરી ફરિયાદીધીરાભાઇ માનાભાઇ ડામોરના ફોન પર ફોન પે એકાઉન્ટના SBI એકાઉન્ટમાંથી રૂ. ૧,૫૮,૩૬૯/- તેમજ Axis બેંકના એકાઉન્ટમાંથી રૂ. ૧,૪૭,૫૮૨/- મળી કુલ
રૂ.૩,૦૫,૯૫૧/-ની ઓનલાઇન ઠગાઇ કરી ગુનો કરતા કેવડિયા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા