*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *🌹તા. 19/08/2020- 🌹* * બુધવાર*

*સરકારી બેંકો સાથે ટેક્સટાઇલ કંપનીએ 1,530 કરોડની છેતરપિંડી કરી*
નવી દિલ્હી કેન્દ્રીય તપાસ બ્યુરોએ 1,530 કરોડની છેતરપીંડીના મામલે એફઆઈઆર નોંધી છે. લુધિયાણાની એસઈએલ ટેક્સટાઇલ લિમિટેડ અને તેના નિર્દેશકો વિરુદ્ધ 10 જાહેર ક્ષેત્રની બેંકોના જૂથમાંથી છેતરપિંડી મામલે કેસ નોંધ્યો છે.
**
*દિલ્હીમાં ભાજપે કાયમી ઈલેક્શન વોર રૂમ બનાવી દીધો*
નવી દિલ્હી દેશમાં ક્યાંક ને ક્યાંક ચૂંટણીઓ ચાલ્યા જ કરે છે તેથી ભાજપે દિલ્હીમાં એક કાયમી ઈલેક્શન વોર રૂમ જ ઉભો કરી દીધો છે. ભાજપનું રાષ્ટ્રીય હેડક્વાર્ટર પહેલાં અશોક રોડ પર હતુ ભાજપ નવા મુખ્યમથકમાં ગયા પછી ખાલી પડેલા આ જૂના હેડક્વાર્ટરને વોર રૂમમાં ફેરવી દેવાયો છે.
**
*ગુજરાતમાં આકાશને આંબતી ઈમારતો મળશે*
રાજ્યના પાંચ મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં 70 માળની ગગનચૂંબી ઇમારતોના નિર્માણને મંજૂરી મહાનગરોમાં પણ હવે ન્યૂયોર્ક, દુબઇ અને સિંગાપોરની જેમ ગગનને આંબતી ઉંચી ઇમારતો જોવા મળશે. નિર્ણય અંગે બિલ્ડરોએ કહ્યું, હાલ આવા પ્રોજેકટ માટે કોઈ બિલ્ડર આગળ આવે એવી શક્યતા ઓછી
**
*ભાજપ પ્રમુખ સી.આર.પાટીલની મોદી સ્ટાઇલથી નવો ચીલો ચીતરશે*
ગુજરાતના નવા વરાયેલા ભાજપ પ્રમુખ સી આર પાટીલ બુધવારથી સૌરાષ્ટ્રની યાત્રા શરૂ કરી રહ્યા છે. સોમનાથ દર્શન સાથે શરૂ થનારી ચાર દિવસની આ યાત્રામાં ભાજપના વર્તમાન નેતા-કાર્યકર્તાઓ અને જૂના સંઘીઓ સાથેની મુલાકાત તથા ધાર્મિક સ્થળોને આવરી લેવાશે. આ કોઇ ચીલાચાલુ યાત્રા હોય એવું પ્રથમ નજરે નથી લાગતું.
**
*ભાદરવી પુનમ પહેલા સંઘ પહોંચ્યો અંબાજી*
અમદાવાદથી નીકળતો વ્યાસવાડી સંઘ વર્ષોની પરંપરા મુજબ ટેક પુરી કરવા વહેલી વાટ પકડી અંબાજી: અમદાવાદ થી નીકળતો વ્યાસવાડી પગપાળાનો સંઘ માતાજીની ધજા લઈ અંબાજી પહોંચ્યો ભાદરવી પુનમનો મેળો અને મંદિર બને બંધ હોવાથી વહેલા પહોચ્યો અંબાજીમાં ભરાતી ભાદરવી પુનમના મેળાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોરોનાના સંક્ર્મણને લઈ આ વખતે મેળો સરકાર દ્વારા રદ કરવામાં આવ્યો છે
**
*અંબાજી થી આબુરોડ જતા માર્ગ પર ભેખડો ઘસી*
અંબાજી તાજેતરમાં અંબાજી પંથકમાં પડેલા ભારે વરસાદના પગલે આસપાસના વિસ્તારોમાં પહોડો પરસાદી પાણીથી પોચા બન્યા છે ને જેને લઈ અંબાજી થી આબુરોડ જતા માર્ગ પર ભેખડો ઘસા આવતા માર્ગ અવરોધાયા હતા જેના પગલે ભેખડોના મોટા પથ્થરો રોડ ઉપર આવતા વાહન ચાલકો પરેશાન થયા હતા
**
*લૉકડાઉન બાદ માત્ર 10 ટકા કામદારો સુરત પાછા ફર્યા*
સુરતઃ દેશના મોટા મેન્યુફેક્ચરીંગ હબ ગણાતા સુરતમાં કોરોના મહામારીના કારણે લાગવામાં આવેલ લૉકડાઉન બાદ 18 લાખથી વધુ પરપ્રાંતિય કામદારોએ સ્થળાંતર કર્યુ. હતું
**
*ચૂંટણી કમિશનર અશોક લવાસા વાઇસ વાઇસ પ્રેસિડેન્ટ પદ સંભાળશે*
ચૂંટણી કમિશનર અશોક લવાસાએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે અશોક લવાસા એશિયન ડેવલપમેન્ટ બેંક એડીબીમાં વાઇસ પ્રેસિડેન્ટ પદ સંભાળશે તે એડીબીમાં દિવાકર ગુપ્તાનું પદ સંભાળશે. દિવાકર ગુપ્તાનો કાર્યકાળ 31 ઓગસ્ટના રોજ સમાપ્ત થાય છે
**
*ફાયર સેફ્ટીનો અયોગ્ય અમલ લોકો સાથે છેતરપિંડી: હાઇકોર્ટ*
અમદાવાદ. શ્રેય હોસ્પિટલમાં આગ લાગવાની દુઘટર્ના મુદ્દે થયેલી અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ અગ્નિ કાંડની ઘટનાને દુઃખદ ગણાવી રાજ્ય સરકારને ટકોર કરી હતી
**
*અમદાવાદના 22 હજાર વકીલોને સર્વિસ ટેક્સ ભરવા નોટિસ*
સેન્ટ્રલ જીએસટી કમિશનરેટે અમદાવાદમાં પ્રેક્ટિસ કરતા 22 હજાર વકીલો અને ડોક્ટરોએ ભરેલા 2014-15ના ઇન્કમેટક્સ રિટર્ન પરથી વિગતો લઇ સર્વિસ ટેક્સ ભરવાનો થતો હોવાની નોટિસો આપી, સર્વિસના બિલો અને ઇન્કમટેક્સ રિટર્ન સાથે હાજર થવાનો આદેશ આપ્યો છે
**
*કચ્છના પૂર્વ કલેકટર નાગરાજન સામે ફરિયાદ દાખલ કરાઈ*
મુંદ્રા તાલુકાના કુંદરોડીના નવા સર્વે નં.૧૩૪વાળી ખેતીની જમીનનો કેસ મુંદ્રા કોર્ટમાં ચાલતો હોવાછતાં પુર્વ કલેકટર એમ. નાગરાજને કોર્ટના હુકમને અવગણીને આ જમીન મંજુર કરીને કંપનીને તાસકમાં ધરી દેતા અરજદાર દ્વારા મુંદ્રા કોર્ટમાં તત્કાલિન કલેક્ટર સામે ફોજદારી દાખલ કરાઈ છે.
**
*અમદાવાદ અને વડોદરાથી ત્રણ સ્પે. ટ્રેનનો સુરતને લાભ મળશે*
પશ્ચિમ રેલવે આગામી ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને અમદાવાદ અને વડોદરાથી કુડાલ, સાવંતવાડી રોડ અને રત્નાગીરી માટે ત્રણ સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરી છે.
**
*સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ શિક્ષણમંત્રીએ કર્યો ખુલાસો*
જેઇઇ અને નીટની પરીક્ષા આગામી સપ્ટેમ્બર મહિનામાં લેવાના સુપ્રીમ કોર્ટે કરેલા આદેશને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આવકાર્યો છે અને જણાવ્યું છે કે કોરોના ની હાલની પરિસ્થિતિ વચ્ચે જેઇઇ અને નીટના રાજ્યના વિદ્યાર્થીઓનું શૈક્ષણિક હિત જળવાઈ રહે અને જ્યારે પણ પરીક્ષા યોજાય ત્યારે તેઓ સફળતાપૂર્વક ઉત્તીર્ણ થાય તેવા હેતુ સાથે શિક્ષણ વિભાગે કરેલી વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિક્ષણની વ્યવસ્થા રાજ્યના જેઈઈ અને નીટના પરીક્ષાર્થીઓને લાભદાયી નીવડશે.
**
*હેલ્થ ડેટા સરકાર પાસે રહેશે દરેક નાગરિકને મળશે યૂનિક ID*
મોદી સરકારે નેશનલ ડિજિટલ હેલ્થ મિશન લોંચ કરી મિશન આયુષ્યમાન ભારત જન આયોગ્ય યોજનનો ભાગ હશે યોજના લાગૂ થતા હોસ્પિટલ, ડોક્ટરો સારવારના નામે જે મોટા પ્રમાણમાં પૈસા વસૂલે છે તે અટકશે
**
*રેલવેમાં મુસાફરી દરમિયાન થાય કોઇ પરેશાની તો કરો ફરિયાદ*
એપ સાથે જોડાયેલા છે 138 હેલ્પલાઇન નંબર સર્વિસ યાત્રીને રેલ મદદ પર ફરિયાદ નોંધાવવા માટે ઓનલાઇન એક ફોર્મ ભરવાનું છે જેમાં તમારે ફરિયાદ સંબંધિત ડિટેલ, ઘટનાની તારીખ, કર્મચારીનું નામ, ઘટનાસ્થળ વિશે ડિટેલ આપવાની રહેશે. ફોર્મમાં પર્સનલ ડિટેલ્સ, જેવી કે નામ, મોબાઇલ નંબર, ઇ-મેલ, સરમાનુ પણ આપવુ જરૂરી છે. રેલ મદદ એપથી રેલ યાત્રીઓની પરેશાનીનું તાત્કાલિકધોરણે સમાધાન થશે. આ ઉપરાંત આ એપમાં 138થી લઇને તમામ હેલ્પલાઇન સર્વિસ જોડાયેલી છે. તેમાં આવતી ફરિયાદો સીધી બોર્ડ સુધી જાય છે અને ત્યાંથી મંડળ કાર્યાલય મોકલીને મદદ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.
**
*મોરબી: ભારે વરસાદના પગલે સાત ગામોને એલર્ટ પર રહેવા સૂચના*
મોરબીનો ડેમી 3 ડેમ 90% ભરાયો છે. જેના લીધે ડેમી 3 ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા હતા. ડેમી 3 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા સાત ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.જેમાં કોયલી, ધૂળકોટ, આમરણ, બેલા, રામપુરા, ઝીંઝુડા અને જોડિયા તાલુકાનું માવનું ગામને સાવચેત કરવામાં આવ્યા છે. રાજ્યમાં ઠેર ઠેર ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આ ગામડાઓને પણ વરસાદના પાણીને લઈ કોઈ જાનહાની ન થાય તે માટે સાવચેત કરવામાં આવ્યા છે.
**
*પોલીસ અધિકારીઓ સાથી CMનો સંવાદ*
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના પોલીસ અધિકારીઓને સ્પષ્ટપણે જણાવ્યું કે પ્રજાહિતના કામો અને કાયદો વ્યવસ્થાના પાલનમાં રાજ્ય સરકાર ક્યારેય તેમને રોકશે નહિ જ પોલીસ અધિકારીઓ હિમ્મત પૂર્વક આગળ વધે આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યના વિકાસને સોળે કળાએ ખીલવવા અને ઉત્તમથી સર્વોત્તમ રાજ્ય બનાવવાના પાયામાં સુદ્રઢ કાયદો વ્યવસ્થા રહેલા છે.
**
*10 લાખના દાગીનાની ચોરી બે ઘરઘાટી બહેનો ઝડપાઈ*
ભાજપના અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકીના ઘરમાંથી ઘરઘાટી મહિલાઓએ ડિજિટલ લોકરમાંથી 10 લાખથી વધુની મત્તાની ચોરી કરી હતી. આ અંગે રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતાં પોલીસે ગણતરીના કલાકોમાં બે મહિલાઓને ઝડપી લીધી છે.
**
*હાઇકોર્ટના અપડેટ કેસોની વિગતો આપતી સિસ્ટમનું લોન્ચિંગ*
હાઇકોર્ટ સંકુલના ઇન્કવાયરી કાઉન્ટર બંધ થતાં કેસોની અપડેટ વકીલો, પક્ષકારો અને જાહેર જનતાને મળી રહે તે માટે ઓનલાઇન સેવાનું લોન્ચિંગ 15મી ઓગસ્ટના રોજ ચીફ જસ્ટિસ વિક્રમ નાથ દ્વારા કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કેસોના ઇ-ફાઇલિંગની સુવિધાને અનલોક બાદ પણ ચાલુ રાખવા અવગ પોર્ટલ બનાવાયું છે. જો કે આ શરૂઆતમાં આ પોર્ટલ પર અમુક કેસોના ઇ-ફાઇલિંગની સુવિધા જ ઉપલબ્ધ હશે. લોકોને તેમના ઇ-મેઇલ પર કેસોની વિગત આપવા લોન્ચ કરાયેલી સેવાનું નામ “EmailMyCaseStatus” રાખવામાં આવ્યું છે. હાઇકોર્ટની વેબસાઇટ પર તમામ કેસોની વિગત ઉપલબ્ધ હોય છે,
પરંતુ આ વ્યવસ્થા થકી જે-તે કેસની સુનાવણીની તારીખો તેમજ આદેશો અને ચુકાદાઓની પી.ડી.એફ. નકલ સહિતની માહિતી ઇ-મેઇલ દ્વારા મોકલવામાં આવશે. આવી રીતે ઇ-ઇમેઇલ દ્વારા અપડેટ અને ચુકાદાની નકલ આપવાની સુવિધા દેશોમાં સૌપ્રથમવાર લોન્ચ થઇ છે.
**
*