સલમાન ખાનની હત્યા કરવાના ષડયંત્રનો થયો ખુલાસો*

ફિલ્મ અભિનેતા સલમાન ખાનની હત્યાનું કાવતરું ઘડનારા બદમાશોને ફરીદાબાદ પોલીસે ઝડપી પાડ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ફરીદાબાદના એસજીએમ નગરમાં સરકારી રાશનનો ડેપો ચલાવતા પ્રવીણની હત્યાના કેસમાં ઉત્તરાખંડથી પકડાયેલા ગેંગસ્ટર રાહુલે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં બાંદ્રા મુંબઈમાં બોલીવુડ અભિનેતા સલમાન ખાનની રેકી કરી હતી. રાહુલ પણ સલમાન ખાનની હત્યા કરવા રેકી કરવાના ઇરાદે બે દિવસ બાંદ્રામાં રોકાયો હતો. આ સમય દરમિયાન તેણે સલમાનના બંગલા પર નજર રાખી હતી અને જોયું હતું કે સલમાન ખાન કયા સમયે ઘરની બહાર નીકળે છે, તે ક્યા જાય છે.
ફરીદાબાદ પોલીસે આ અંગે ખુલાસો કર્યો છે.