રાજપીપળા સ્ત્રી અધ્યાપન મંદિરમાં બુનિયાદી સપ્તાહની ઉજવણી.

રાજપીપળાની સ્ત્રી અધ્યાપન મંદિર ખાતે બુનિયાદી સપ્તાહની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાવિ શિક્ષકો તાલીમાર્થી બહેનોએ ભવિષ્યમાં જે તે શાળામાં જઈ શૈક્ષણિક કામગીરી સાથે કરવાની કામગીરીની ઉત્સાહ તાલીમ લીધી હતી. આ બુનિયાદી સપ્તાહની ઉજવણી સ્પોર્ટ્સ ડે થી કરવામાં આવી જે જેમાં ઝેરી દડો, સંગીત ખુરશી, ફુગ્ગા ફોડ જેવી રમતોમાં ભાગ લઇ ખેલદીલીના ગુણનો વિકાસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. બીજા દિવસે આરતી શણગાર અને મહેંદી સ્પર્ધાનું આયોજન કર્યું જેમાં આરતી શણગાર માં બહેનોએ ફુલ, અનાજ, લોટના દીવડા, જે વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરી કલાત્મક રીતે આરતીઓ શણગારી હતી. પછીના દિવસે હેર સ્ટાઈલ તથા સાડી પરિધાન સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં ધોતી, સાડી, બેંગોલી સાડી, દક્ષિણી, મરાઠી સાડી તેમજ ગુજરાતી સાડી જે વિવિધતા સભર સાડીઓ રજૂ કરી હતી.
26 જાન્યુઆરીના રોજ ઈન્ચાર્જ આચાર્યશ્રી વસાવા ના હસ્તે ધ્વજ વંદન કરી પ્રયોગ શાળાના બાળકોએ દેશભક્તિ ગીતો રજૂ કર્યા હતા. અને તાલીમાર્થી બહેનોએ કલાત્મક રીતે ફૂલોમાંથી ભારતનો નકશો બનાવ્યો હતો. સમગ્ર સપ્તાહ દરમિયાન કોલેજના સ્ટાફ તેમજ બહેનોને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં અસ્મિતાબેન વસાવા, દત્તાબેન ગાંધી, અમિતાબેન મહેતા, સપનાબેન પટવારી, રાજેશભાઈ પટેલ, અને એમ.આર.માછી વગેરેએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી.