CAA અને આદિવાસી ના પ્રમાણ પત્રો વિશે ગામ ટાવલ માં મહત્વપૂર્ણ ઠરાવપસાર કરતી ગ્રામસભા
સાગબારા તાલુકા ના ટાવલ ગામે બબ્બે વાર યોજાયેલી ગ્રામસભામા જવાબદાર અધિકારીઓ ની ગેરહાજરી સામે ગ્રામજનોમા રોષ ફેલાયો હતો અને તેમની ગેરહાજરી મા તેમની સામે પગલા ભરવાની માંગ સાથે કેટલાક મહત્વના ઠરાવો ગ્રામસભા એ પસાર કર્યા હતા જેમા CAA અને આદિવાસી ના પ્રમાણ પત્રો વિશે ગામ ટાવલ માં મહત્વપૂર્ણ ઠરાવ પસાર કર્યા હતા.
30 જાન્યુઆરી 20ના રોજ ગાંધી નિર્વાણ દિન ના રોજ ગામ ટાવલ માં ગ્રામસભા નું આયોજન કરવા માં આવ્યું હતુ જેમા
સૌપ્રથમ ગાંધીજી ને શ્રદ્ધાંજલિ આપવા “2 મિનિટ નું મૌન” પાળવા માં આવ્યુંહતુ .ત્યાર બાદ રક્તપિત્ત અને સિકલ સેલ જેવા રોગો વિશે જાગૃતિ ની માહિતી આપવા માં આવી ..
સાથે ગામ માં 2 ખાસ મુદ્દાઓ ને લઈ ને ઠરાવ કરવા માં આવ્યા.
જેમાં પ્રથમ મુદ્દે એવો ઠરાવ કરવા માં આવ્યો કે ગામ ટાવલ એ બંધારણ ના અનુસૂચિત વિસ્તારો માં સમાવીસ વિસ્તાર હોવા થી એ ફક્ત આદિવાસીઓ માટે અનામત વિસ્તાર છે. સાથે આદિવાસીઓ ને કોઈ પણ ધર્મ કોડ લાગુ પડતો નથી. માટે “નાગરિકતા સંશોધન કાનૂન 2019” મુજબ વિદેશ થી ભારત માં વસાવવા માં આવતા લોકો ને ધાર્મિક મુદ્દે દેશ ના નાગરિક ગણવા એ આદિવાસીઓ ના વિસ્તાર માટે લાગુ નહીં પડી શકે. સાથે દેશ ના અનુસૂચિ 6 ના વિસ્તાર માં આ કાયદો લાગુ પડશે નહીં એવું રાજપત્ર દરસાવે છે.. તો ત્યાં ઘુસી આવેલા લોકો ને અનુસૂચિ 5 ના વિસ્તારો માં જ વસવાટ કરાવી શકાય એમ છે. કેમ કે દેશ ના શહેરી વિસ્તારો માં જમીન અને જગ્યા રહેલ નથી.
માટે ગામ ટાવલ ની ગ્રામસભા માં ઠરાવ કરવા માં આવેલ છે કે CAA કાનૂન થી કોઈ પણ ગૈર આદિવાસી વ્યક્તિઓ ને ગામ ટાવલ માં રેહવાસ માટે જમીન આપવા માં આવશે નહીં અને CAA કાયદો ગામ ટાવલ માં લાગુ પડશે નહીં.
સાથે
મુદ્દા 2 મુજબ આદિવાસીઓ ના પ્રમાણ પત્રો વિશે ઠરાવ કરવા માં આવેલ છે કે ગુજરાત સરકાર ની જે વિજિલન્સ સમિતિ છે તે આદિવાસીઓ પાસે પુરવા માટે દર વખતે પુરાવા માંગે છે.
માટે ગામ ટાવલ ની ગ્રામસભા પૂર્ણ ગામ ના લોકો ની પેઢીનામું તૈયાર કરી પંચનામું કરી આદિવાસીઓ ની ખરાઈ કરી ગ્રામસભા ના સહી-સિક્કા કરી દેશ ના અને રાજ્ય ના 8-52 ખાતાઓ ને દસ્તાવેજી યાદી મોકલી આપશે.. એ યાદી સિવાય ના કોઈ પણ વ્યક્તિ ને આદિજાતિ તરીકે ગણવી નહીં અને જેમના નામ આ યાદી માં હોય તેમની પેઢી ને અને તેમને આજ પછી પુરાવા માટે હેરાન કરવા નહીં. માટે 8-52 ખાતાઓ એ આ યાદી ને સાચવી રાખી ગામ ટાવલ ના કોઈ પણ ઉમેદવાર માટે આ યાદીનો જ ઉપયોગ કરવો.
આવા ખાસ મહત્વપૂર્ણ ઠરાવ કરવામાં આવેલ.
સાથે દુઃખ ની વાત એ છે કે 17 જાન્યુઆરી 2020 ના રોજ જવાબ દેહી અધિકારીઓ ની હાજરી નહિ રહેતા ગ્રામસભા સ્થગિત કરેલ અને 30 તારીખે ફરી યોજવા માં આવેલ. પરંતુ પડતર પ્રશ્નો ના જવાબ આપવા અને તંત્ર પોતાની ખામીઓ ને છુપાવવા માટે ગામ સમક્ષ હાજર થવા તૈયાર જ નથી. માટે આજ રોજ એક પણ અધિકારીઓ હજાર રહેલ નહોતા …તેની સામે ગ્રામજનો મા રોષ ફેલાયો હતો