બરોડામાં 2 અને ગાંધીનગર માં 2 દર્દીઓ સાજા થતાં અપાઈ રજા.

ગાંધીનગર માટે રાહતના સમાચાર. કોરોનાના 2 દર્દી કે જે હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તે સાજા થઈ જતા તેમને રજા આપવામાં આવી છે. જે એક રાહતના સમાચાર છે. અને જ્યારે બરોડામાં પણ 2 દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે.અમદાવાદમાં નવા 5 કેસ નોંધાયા છે.અને એક મહિલાનું મોત નીપજ્યું છે. જ્યારે દુનિયામાં કોરોના નો આંકડો 11,00,000 નજીક પહોંચ્યો છે. સૌથી વધારે ઇટલીમાં 14,641 છે. જ્યારે અત્યાર સુધી કોરોના 59,000 લોકોને ભરખી ગયો છે. સૌથી વધારે દર્દીઓ અમેરિકામાં 2,77,000 છે.