*શાંતિ કરાર કર્યા બાદ હુમલો કાબૂલની રાજકીય રેલીમાં અંધાધૂંધ ગોળીબારમાં 29ના મોત*

અફઘાનિસ્તાન ની રાજધાની કાબૂલના પશ્ચિમ ભાગમાં શુક્રવારના રોજ એક રાજકીય રેલીમાં ગોળીબારની ઘટના ઘટી હતી, જેમાં 29 લોકોના મોત થયા છે. અમેરિકા અને તાબિબાન વચ્ચે થયેલા શાંતિ કરાર બાદ આ સૌથી મોટો હુમલો છે.આ હુમલા બાદ અફઘાનિસ્તાનની રાજધાનીમાં કડક સુરક્ષા હોવાના દાવાની પણ પોલ ખુલ્લી થઈ છે. આ હુમલો ત્યારે થયો જ્યારે 29 ફેબ્રુઆરીએ અમેરિકા અને તાલિબાન વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર થયા અને 14 મહિનાની અંદર અમેરિકા સુરક્ષા જવાનોને પાછા બોલાવી લેશે.