😁ટકાવારીના દાખલા😁
આપણા ગામની કુલ વસ્તી એક લાખ છે.. (જેમા આપણા ગામની બરાબર વચ્ચેથી એક સુપર ફાસ્ટ ટ્રેન રાતે બે વાગે પસાર થતી હોવાથી) આપણા ગામની વસ્તીનો જન્મદર નજીકના ગામના જન્મદરથી 30% વધારે છે. જ્યારે નજીકના ગામમા કોરોનાસંક્રમિતોની ટકાવારી 20%છે. જ્યારે આપણા ગામનો રિકવરી રેટ 12.5%છે. અને મૃત્યુની ટકાવારી 10.5 % છે. તો આ આપણા ગામની કુલ વસ્તી આંક શોધો… (લોકડાઉન વખતે 90 દિવસ ટ્રેન બંધ હતી.. અને લોકડાઉન પણ હતુ. એ પરિબળ પણ ધ્યાને ગણવાનુ રહેશે…..)
🙄સરેરાશના દાખલા🙄
આઠ કેન્ટોન્મેન્ટ ઝોનમા સંક્રમિતોની સરેરાશ સંખ્યા 75 છે.. પ્રથમ બે માઇક્રો કેન્ટોન્મેન્ટ ઝોન હોવા છતાં, એમા સંક્રમિતની સંખ્યા 45 છે. ત્યાર બાદ ત્રણ કેન્ટોન્મેન્ટ (જેમા બહુ હોશિયારી મારતી બે ખાનગી હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે) મા સંક્રમિતતોની સરેરાશ સંખ્યા સરેરાશ 70 છે… સાતમા અને આઠમા કેન્ટોન્મેન્ટ સરેરાશ સંખ્યા છઠ્ઠા કેન્ટોન્મેન્ટ કરતા 19 અને 22 વધારે છે.. તો છઠ્ઠા કેન્ટોન્મેન્ટમા રહેલા સંક્રમિતોની સંખ્યા શોધો…
(અનુમાન ધારણા કરતા સરેરાશ 50% ઓછુ હોવુ જરુરી છે.. આ તમામ કેન્ટોન્મેન્ટ ઝોન થી સરેરાશ 5 કિલોમીટર દુર રહી આ દાખલો ઉકેલવાની રહેશે)
😜નળ અને ટાંકી😜.
એક સરકારી કચેરીમા એક સાવ સસ્તા પ્રવાહી સેનિટાઈઝરની એક લિટરની મોટી બોટલ ત્રણ કલાક મા ખાલી થઈ જાય છે. જ્યારે બીજી કચેરીમા આ જ ખરાબ ક્વોલિટીનુ એક લિટર સેનેટાઈઝર પાંચ કલાકમાં ખાલી થઈ જાય છે જ્યારે ત્રીજી કચેરીમા એ સેનિટાઈઝર 60 કલાક પછી પણ ખતમ નથી થતું..
તો આ ત્રીજી કચેરીનું નામ જણાવો..
🤔ગુણોત્તર અને પ્રમાણ🤔
અમદાવાદ વડોદરા સહિત મધ્ય ગુજરાત,સુરત સહિત દક્ષિણ ગુજરાત, રાજકોટ જુનાગઢ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના સંક્રમિતોનો ગુણોત્તર અનુક્રમે 5:5:4:3 નો છે.. જેમા લોકડાઉન પછી દરેક વિસ્તારમા સંક્રમિતોનો અનુક્રમે 20%, 25%,15%,18%નો વધારો થતો હોયતો, તો તેમના સંક્રમિતોના ગુણત્તરમા કેટલો વધારો થયો હશે.. શોધો.. (અમદાવાદ નગરપાલિકાની જેમ સુરત નગરપાલિકાના કમિશ્નર અને રાજ્યના આરોગ્ય કમિશ્નર બદલવામાં આવે તો? ગુણોત્તર પર શી અસર થશે એ પણ નોધો..
😍મિશ્રણના દાખલા😍
સાડા પાંચસો લિટર સેનિટાઈઝરમા કેટલા લિટર પાણી મિશ્રિત કરવામા આવે. કે નમુનો ફેલ પણ ના જાય અને રોકાણ ઉપર 70% નફો મેળવી શકાય. શોધો..
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા