*સુરતમાં પૈસા ડબલ કરવાની લાલચ આપી છેતરપિંડી આચરનારના જામીન નામંજૂર*

સુરત: શહેરમાં લાઈફ વિઝન ટ્રેડીંગ કંપનીની લોભામણી સ્કીમમાં નાણાં ડબલ કરવાની લાલચ આપી રોકાણકારો પાસેથી 1.35 કરોડના રોકાણ મેળવી ગુનાઈત ઠગાઈ કરવાના કેસમાં જેલવાસ ભોગવતા આરોપીના જામીનની માંગને આજે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ નકારી કાઢી છે. ડીંડોલી મંગલ દિપ સોસાયટીમાં રહેતા ફરિયાદી આશાબેન પ્રમોદ શાહે જુલાઈ-2014ના રોજ મગોબ પ્રિયંકા ઈન્ટર સીટી ખાતે લાઈફ વિઝન ટ્રેડીંગ કંપનીના સંચાલક રાજેશ રાઘવ કાતરીયા વિરુધ્ધ ફરિયાદી તથા અન્ય સાક્ષીઓ પાસેથી લોભામણી સ્કીમમાં નાણાં ડબલ થવાની લાલચે 1.35 કરોડના રોકાણ મેળવી કનિદૈ લાકિઅ ગુનાઈત ઠગાઈનો કારસો રચ્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.