જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડાં કરતા મેડીકલ ડીગ્રી વગરના “બોગસ ડોકટર” ને ઝડપી પાડતી ભરૂચ એસ.ઓ.જી. પોલીસ

 

રિપોર્ટ✍️: મનિષ કંસારા

ભરૂચ: ઈન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ. એસ. ભરાડા, વડોદરા વિભાગ, વડોદરા તથા પોલીસ અધિક્ષક ડો. લીનાબેન પાટીલ ભરૂચના ઓ ની સુચના અને માર્ગદર્શન આધારે.

પોલીસ ઇન્સ્પેક્ટર વી. બી. કોઠીયા નાઓએ પોતાની ટીમને કાર્યરત કરતાં એસ.ઓ.જી. ટીમના પોલીસ અધિકારી/કર્મચારીઓ સાથે એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી અંગે દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમા પેટ્રોલીંગમાં રવાના કરેલ તે દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ જે આધારે સામાન્ય પ્રજાનાં આરોગ્ય સાથે ચેડાં કરતા “બોગસ ડોકટર” પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા માર્ગદર્શન આધારે અલગ-અલગ પોલીસ ટીમો બનાવી દહેજ પો.સ્ટે. વિસ્તારમાં આવેલ વડદલા ગામેથી પ્રેસેન્જીત બિશ્વાસ ભાવેન બિશ્વાસ હાલ રહે. વડદલા ગામ પરમાર ફળીયું તા.વાગરા, જી.ભરૂચ. મૂળ રહે.દિગંબર પુર તા. કિશનગંજ જી. નદીયા. વેસ્ટ બંગાળ(કલકત્તા) વાળો કોઇ પણ જાતની મેડીકલ ડીગ્રી વિના મેડીકલના સાધનો, એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન સાથે કુલ કિં.રૂ.૮૯૯૭/- ના મુદ્દામાલ સાથે ગેરકાયદેસર રીતે મળી આવતા વિરૂદ્ધ ધોરણસર કાર્યવાહી કરી દહેજ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરવામાં આવેલ છે.

 

કામગીરી કરનાર અધિકારી / કર્મચારીઓ: (૧) પો.સ.ઇ. એમ. એમ. રાઠોડ (ર) HC શૈલેષભાઈ ઈશ્વરભાઈ (૩) IC રવિન્દ્રભાઈ નુરજીભાઈ (૪) PC સુરેશભાઈ રામસીંગભાઈ (૫) PC મો.ગુફરાન મો.આરીફ