*રાષ્ટ્રપતિના સંબોધન સાથે સંસદના બજેટ સત્રની શરૂઆત*

આ પહેલાંસર્વપક્ષીય બેઠક યોજાઈ, જેમાં નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી મામલે ઉગ્ર માહોલ જોવા મળ્યો.બજેટ સત્રમાં પણ આ મામલે ગરમાવો રહે એવી શક્યતા છે.રાષ્ટ્રપતિએ સંબોધન કરતા કહ્યું, “આ સંસદ અને આ સદનમાં ઉપસ્થિત દરેક સભ્ય પાસે આપણું બંધારણ રાષ્ટ્રહિતને સર્વોપરી રાખવાની સાથે દેશવાસીઓની આશાઓ-આકાંક્ષાઓની પૂર્તિ કરવા અને આવશ્યક કાયદા બનાવવાની અપેક્ષા પણ રાખે છેમને આનંદ છે કે છેલ્લા સાત મહિનામાં સંસદે કામ કરવાના નવા કીર્તિમાન સ્થાપિત કર્યા છે