*પાટનગરમાં આક્રમક બની રહેલી ઠંડીઃ તાપમાનનો પારો 10ડિગ્રીએ*

ગાંધીનગર શહેરમાં ઉત્તરાયણ પર્વ બાદ ઠંડી આક્રમક બની રહી હોય તે પ્રકારે દિવસ અને રાત્રીના તાપમાનના પારામાં વધઘટ થઇ ગઇ છે અને નગરજનો તીવ્ર ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યાં છે. ત્યારે ગુરૂવારે લઘુત્તમ તાપમાનનો પારો ૧૦ ડિગ્રીએ પહોંચી ગયો હતો. તો બીજી તરફ સવારના તાપમાનમાં બે દિવસમાં સાત ડિગ્રીનો ઘટાડો થતાં આક્રમક બની રહેલી ઠંડીમાં લોકો ઠુંઠવાઇ રહ્યાં છે. ત્યારે હજુ પણ ઠંડી વધશે તેવી આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.