સમા.ક્રમાંક.૧૩૯
(માહિતી બ્યુરો, પાલનપુર)
શ્રી સંદીપ જે. સાગલે (આઇ.એ.એસ.) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બનાસકાંઠાને ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ મળેલ સત્તાની રૂએ ફરમાવવામાં આવે છે કે બનાસકાંઠા જિલ્લા શહેરી/ગ્રામ્ય વિસ્તારમાં સાયકલ, સ્કુટર તથા મોટર સાયકલ જેવા ટુ વ્હીલર વેચનારા તથા તે અંગેની દુકાનો/ શોપ ધરાવતા માલિકો, મેનેજરો, સંચાલકો, એજન્ટો ધ્વારા આવા સાયકલ, સ્કુટર તથા મોટર સાયકલ જેવા ટુ-વ્હીલર વાહનો વેચવામાં આવે ત્યારે નીચે મુજબની સુચનાઓનું અવશ્ય પાલન કરવાનું રહેશે.
૧. સાયકલ,સ્કુટર તથા મોટર સાયકલ જેવા બીજા ટુ વ્હીલર, થ્રી વ્હીલર તથા ફોર વ્હીલર વાહનો ખરીદનારાઓને અવશ્ય બીલ આપવું અને તેની સ્થળપ્રત કબજામાં રાખવી. ૨. ખરીદનાર ગ્રાહકનું ડ્રાઇવીંગ લાયસન્સ, પાનકાર્ડ, ઇલેક્શન કાર્ડ, રેશનકાર્ડ કે નોકરી કરતા હોય ત્યાંનું ઓળખપત્ર, શૈક્ષણિક સંસ્થાનું પ્રમાણપત્ર કે સ્થાનિક અગ્રણીઓ જેવા કે મ્યુનિસપલ કોર્પોરેટર, ધારાસભ્યશ્રી, સંસદસભ્યશ્રી, કોઇપણ ખાતા તરફથી મેળવેલ ઓળખપત્ર/પ્રમાણપત્ર પૈકી કોઇપણ એક પુરાવો ઓળખ માટે ગ્રાહક પાસેથી સાયકલ, સ્કુટર તથા મોટર સાયકલ જેવા બીજા ટુ-વ્હીલર થ્રી વ્હીલર તથા ફોર વ્હીલર વાહન વેચાણકર્તાએ મેળવવાના રહેશે. ૩. બીલમાં ખરીદનારનું નામ, સરનામું, સંપર્ક માટે ટેલીફોન નંબર/મોબાઇલ નંબર લખવો. ૪. વેચાણ બીલમાં સાયકલ, સ્કુટર તથા મોટર સાયકલ જેવા બીજા ટુ-વ્હીલર થ્રી વ્હીલર તથા ફોર વ્હીલર વાહનનો ફેંમ નંબર, ચેચીસ નંબર, એન્જીન નંબર અવશ્ય લખવો. ૫. સાયકલ, સ્કુટર તથા મોટર સાયકલ જેવા બીજા ટુ-વ્હીલર થ્રી વ્હીલર તથા ફોર વ્હીલર વાહન વેચાણકર્તાએ કોઇપણ પોલીસ અધિકારીશ્રી તરફથી માગણી કરવામાં આવે ત્યારે ઉપર મુજબની માહિતી/રેકર્ડ ચકાસણી માટે રજુ કરવાનું રહેશે. આ હુકમ તા.૧૫/૦૪/૨૦૨૦ સુધી અમલમાં રહેશે.