તિલકવાડામા બે દિવસમાં ભારે વરસાદને કારણે મેણ નદી બે કાંઠે વહેતી થઇ

ગઇકાલે તિલકવાડામાં ૩.૫ ઈંચ અને આજે ૨.૫ ઈંચ ભારે વરસાદથી મેણ નદીમા પાણીની ભારે આવક

તાલુકામાં ખેતી લાયક સારા વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ

રાજપીપળા,તા૧૪

નર્મદાના તિલકવાડા તાલુકામાં છેલ્લા મા બે દિવસ થી સતત ભારે વરસાદ થઇ રહ્યો છે જેને કારણે મેણનદીમાં પાણીની ભારે આવક શરુ થતા મેણ નદી બે કાંઠે વહેતી થઈ છે, ગઇકાલે તિલકવાડા તાલુકામાં
૮૯મીમી(૩.૫ ઇંચ) અને આજે ૬૧ મીમી (૨.૫ ઇચ)ભારે વરસાદ થયો છે, જેને કારણે મેણ નદી બે કાંઠે વહેવા લાગી છે, મેણ નદીમાં નવા નીર આવ્યા છે.

અત્યાર સુધીમાં તિલકવાડા તાલુકામાં ૪૪૪ મીમી વરસાદ પડી ચુક્યો
છે,તિલકવાડા તાલુકામા ખેતી લાયક સારા વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ જણાઈ રહયા છે. ખેતીના પાક માટે u
સારો વરસાદ હોવાનુ ખેડૂતો જણાવી રહયા છે, હજી ભારે વરસાદની આગાહી હોવાથી મેણ નદીમાં સારી એવીપાણીની આવક થઇ રહી છે.

તસવીર- જ્યોતિ જગતાપ, રાજપીપલા