કોવીડ 19ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં તમામ સામે કાયદેસરની કાર્યવાહી.
રાજપીપળા,તા. 13
નાંદોદ તાલુકાના વાવડી ગામે કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તાર માંથી બહાર ફરતા ચાર ઈસમો ઝડપાતા કોવીડ 19 ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરતા ફફડાટ ફેલાયો છે.
આ અંગે રાજપીપળા પોલીસ મથકમાં ફરિયાદ ઈ એમ.બી.વસાવા પો.સ.ઇન્સ્પે. રાજપીપળાએ આરોપી શૈલેષભાઈ રમણભાઈ પટેલ, પિયુષભાઈ ભૂવિનભાઈ પટેલ, સતીષભાઈ કંચનભાઈ પટેલ, અક્ષયભાઈ સતિષભાઈ પટેલ તમામ (રહે, વાવડી) સામે ફરિયાદ દાખલ કરી છે.
ફરિયાદની વિગત મુજબ આ કામના આરોપીઓ નાઓએ વાવડી ગામ ખાતે કન્ટેન્મેન્ટ વિસ્તાર માંથી બહાર જઈ નર્મદા જિલ્લા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ નર્મદાના કોવીડ 19 ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરતાં તમામ ચારેય ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા