*તાલાલા ગીરમાં એક જ રાતમાં 1થી લઇ 3.1ની તીવ્રતાના પાંચ ભૂકંપના આંચકા અનુભવાયા*

તાલાલા ગીરમાં ગત એક જ રાતમાં ભૂકંપના પાંચ આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 14 કિમી દૂર નોર્થ ઇસ્ટમાં નોંધાયું હતું. પ્રથમ આંચકો રાત્રે 10.37 વાગે 3.1નો, બીજો આંચકો 10.39 વાગે 1.3ની તીવ્રતાનો, ત્રીજો આંચકો 10.43 વાગે 1.3, ચોથો આંચકો 12.56 વાગે 1 અને પાંચમો આંચકો 1.06 વાગે 1.7ની તીવ્રતાનો નોંધાયો હતો.