વર્ષ 2004 મહેસાણા જીલ્લાના કડી તાલુકાનાં ઉટવા ગામની સીમમાં આવેલ મહાકાળી માતાના મંદિરની અંદર કોઈ અજાણ્યા ઈસમોએ મંદિરના ટ્રસ્ટી અને સાધ્વી તથા અન્ય બે વ્યક્તિઓ સહીત કુલ ચાર લોકોની
ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની લૂંટ કર્યાની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી. જેની ફરિયાદ મૃતક NRI ટ્રસ્ટીની પુત્રવધુ સુધાબેન પટેલે કડી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
જો વાત કરીયે ફરિયાદી બહેન સુધાબેન પટેલ અને તેમના સસરા ચીમનભાઈ પટેલ ઘટના બન્યાની 6 મહિના પહેલા જ અમેરિકા થી કડી ખાતે આવ્યા હતા. અમેરિકા થી કડી આવીને તેમના સસરા ચીમનભાઈ પટેલ મંદિરમાં પુજા કરતા હતા આ ઉપરાંત મંદિરમાં પૂજાપાઠ કરવા માટે એક સાધ્વી પણ રહેતા હતા. સાથે સાથે મંદિરના પરચુરણ કામકાજ માટે કરમણ પટેલ કે જેઓ ભચાઉ થી આવ્યા હતા અને મંદિરમાં રહીને જ પરચુરણ કામ કરતા હતા, આ સિવાય મંદિરનું કામકાજ રાજસ્થાનના કારીગરને અપાયુ હતું જેથી મોહનભાઇ વાઘજી ભાઈ લુહાર પણ મંદિરમાં જ રહેતા હતા.
મંદિરમાં પથ્થરનું કામકાજ ચાલતું હોય મોહનભાઇ લુહાર સવારે મંદિરે પહોંચતા જોયું કે મંદિરના ટ્રસ્ટી ચીમનભાઈ પટેલ ની ગળુ કપાયેલી હાલતમાં લાશ તેમની ઓફિસમાં પડી છે તેની જાણ પોલીસને કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવેલ અને તપાસ હાથ ધરતા મંદિરના સાધ્વી માતાજી સમતાનંદ પૂર્ણાનંદ સરસ્વતી ઉંમર 35 નાઓની લાશ મોતીબા આશ્રમના બાથરૂમમાંથી તથા અન્ય બે સેવકો ની ઘાતકી હત્યાં કરેલ હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
2004 માં થયેલ ઘાતકી હત્યાં કરનાર અપરાધી ઘટનાને અંજામ આપી ગુજરાત છોડી દિલ્હી ભાગી ગયેલ અને નામ છુપાવી જુદી જુદી જગ્યાએ રહેતો હોવાની બાતમી ગુજરાત Ats ના પોલીસ ઇન્સ્પેક્ટર સી. આર. જાદવ અને આર.કે. રાજપૂત ને મળી હતી.
ચકચારી ખૂની ઘટનાને ને અંજામ આપનાર શાતીર અપરાધી નામ અને વેશ બદલી પોલીસની આંખમાં ધૂળ નાખી આઝાદ ફરી રહ્યો હતો, પરંતુ ગુનેગાર પોલીસના હાથે એકને એક દિવસ ઝડપાઈ જ જાય છે. આ ઘટનાની અંદર ગુજરાત ATS ના નીડર અને જાંબાઝ પોલીસ ઇન્સ્પેક્ટર સી. આર. જાદવ અને આર.કે.રાજપૂત ને બાતમી મળ્યા બાદ બારીકાઇ થી કેસને હેન્ડલ કરી રહ્યા હતા. Ats ને ચોક્કસ બાતમી મળી હતી કે કડી ખાતેના મંદિરમાં મંદિરના NRI ટ્રસ્ટી, સાધ્વી અને અન્ય બે વ્યક્તિઓ મળી કુલ ચાર લોકોની કરપીણ હત્યાં કરી દસ લાખથી વધુના સોના ચાંદીના દાગીના સહીતની લૂંટ અને હત્યાનો આરોપી કે જેને ઝડપી પાડવા ગુજરાત સરકારે 51 હજાર રૂપિયા ઇનામ જાહેર કરેલ છે, તે આરોપી દિલ્હી ખાતે નામ તથા વેશ બદલીને રહે છે. જેથી આવા ખતરનાક આરોપીને ઝડપી પાડવા ગુજરાત ATS ના પોલીસ ઇન્સ્પેક્ટર સી. આર. જાદવ અને પોલીસ ઇન્સ્પેક્ટર આર. કે. રાજપૂત તથા તેમની ટીમ દિલ્હી ખાતે આરોપી ઉપર વોચ અને ટેક્નિકલ સર્વેલન્સ રાખી આરોપી ગોવિંદ સિંહ નંદરામ યાદવ ને ઝડપી પાડ્યો હતો.
ગુજરાત ATS દ્વારા ઝડપી પાડેલા આરોપી ગોવિંદસિંહ નંદરામ યાદવની સઘન પૂછપરછ કરતા તેઓ મૂળ મધ્યપ્રદેશના દતિયા જીલ્લાના સિમથરા ગામનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું.
સમગ્ર ઘટના વિશે જાણકારી આપતા અપરાધી ગોવિંદસિંહ અને તેમની પત્ની રાજકુમારી ઉર્ફે ડિસ્કો કે જેને આરોપી મધ્યપ્રદેશથી ભગાડી લાવીને તેને સાથે રાખી ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ખોટા નામ આપી ચોકીદાર, સિક્યુરિટી ગાર્ડ, તરીકે નોકરી કરતો હતો.અને ત્યારબાદ આરોપી ગોવિંદસિંહ અને તેની પત્ની કડી ખાતેના મોતીબા આશ્રમ મહાકાળીના મંદિરે રહેવા આવેલ અને ત્યાં રહી મંદિરના ટ્રસ્ટી ચીમનભાઈ પટેલ કે જે અમેરિકાથી આવ્યા હતા અને 70 વર્ષના વૃદ્ધ વ્યક્તિ હતા, અને તેમની પાસે મંદિરમાં જ 15 લાખ જેટલી રકમ પડી રહેતી હોવાની ભાળ મળતા આરોપી ગોવિંદસિંહ ના મનમાં રાતોરાત લખપતિ બની જવાની લાલચ જાગી ગઈ હતી.
જેથી લૂંટની ઘટનાને અંજામ આપવા શાતીર ભેજાબાજ અપરાધી ગોવિંદસિંહ યાદવે એક ધારિયું ખરીદયુ અને ત્યારબાદ એ ધારિયા વડે મંદિરના NRI ટ્રસ્ટી ચીમનભાઈ પટેલ, સાધ્વી માતાજી સમતાનંદ પૂર્ણાનંદ સરસ્વતી અને મંદિરની અંદર કામ કરતા અન્ય બે વ્યક્તિઓ સહીત કુલ ચાર લોકોની ધારિયા વડે ગળુ કાપી કરપીણ હત્યાં કરી મંદિરના અંદરથી દસ લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીના સહીત અન્ય ચીજ વસ્તુઓની લૂંટ કરી હોવાની કબુલાત આરોપી ગોવિંદસિંહ યાદવે ગુજરાત ATS સમક્ષ કરી હતી.
હાલ 16 વર્ષ થીવણશોધાયેલા આ ચકચારી ગુનાના આરોપીની ધરપકડ કરી ગુજરાત Ats દ્વારા સફળ કામગીરી કરેલ છે તો બીજીતરફ આ ગુનાની તપાસ મહેસાણા પોલીસ ચલાવી રહી હોવાના લીધે ગુજરાત ATS એ આરોપી ગોવિંદસિંહ યાદવને મહેસાણા પોલીસના હવાલે કર્યો છે.