ઘઉંની બોરીઓની આડમાં સંતાડેલા 11 લાખના દારૂને ટ્રક સાથે અમદાવાદ પીસીબીએ ઝડપી પાડ્યો.

અમદાવાદ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે દારૂ વેચનારા દારૂ શહેરમાં ઘુસાડવા માટે અવનવા કિમીયાઓ અપનાવતા હોય છે તે પૈકી અમદાવાદ શહેર પીસીબી દ્વારા ઘઉંની બોરીની આડમાં સંતાડીને લાવવામાં આવતી ઇંગલિશ દારૂની પેટીઓ ઝડપી પાડી હતી. પીસીબી ટીમને મળેલ બાતમીના આધારે નારોલ પોલીસ સ્ટેશન હદમાં નારોલ- અસલાલી હાઇવે પરથી રાજસ્થાન પાસિંગની ટ્રકમા ઘઉની બોરી આડમાં સંતાડેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ(IMFL) ની બોટલ નંગ-2760 (230 પેટી) કિ.Rs.11,04,400/- , ઘઉની બોરી નંગ-480, મોબાઇલ તથા ટ્રક મળી કૂલ- રૂ.22,62,000/- ના મુદામાલ સાથે બે આરોપીઓને પકડી પાડયા હતા. શહેર કમિશ્નર આશિષ ભાટિયાની સાથે સાથે સંજય શ્રીવાસ્તવ શહેર કમિશ્નર બનતા દારૂનું વેચાણ કરતા બુટલેગરો ઉપરાંત જુગાર ની બદી બંધ કરવા માટે પીસીબીએ કમર કસી છે જેને જોતા દારૂ વેચનારાઓમાં ફફડાટ ફેલાયો છે. બુટલેગરો દ્વારા અવનવા કિમીયા અપનાવી શહેરમાં દારૂ ઘુસાડવાના પ્રયાસો પીસીબી દ્વારા સદંતર નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે જે ખરેખર પ્રશંસનિય બાબત કહી શકાય છે જેના માટે પીસીબી ટિમ અભિનંદનને પાત્ર છે.