રાત્રીના સમયે સગાઇ ગામમા સર્ચ ઓપરેશન કરી સૂતેલી હાલતમા ઝડપી પાડ્યો.
રાજપીપલા તા 13
ભરાડા (ખાબજી)ગામનો મર્ડર કેસનો આરોપીને રાત્રીના સમયે સગાઇ ગામમા સર્ચઓપરેશન કરી સૂતેલી હાલતમા ડેડીયાપાડા પોલીસે ઝડપી પાડ્યો છે
પ્રાપ્ત માહિતી અનુસાર ભરાડા (ખાબજી) ગામે સાંજના આશરે સાડા છએક વાગે ફરીયાદી-
ચૈતરભાઇ ખીમજીભાઇ વસાવા (રહે.ભરાડા (ખાબજી) તા.દેડીયાપાડા) પોતાના ઘરમાં જમવાનું બનાવતા હતા તે
વખતે ફરીયાદીનો મોટો દિકરો સુનીલભાઇ ચૈતરભાઇ વસાવા (મરણ જનાર ) ફરીયાદીને તું બરાબર જમવાનું બનાવતો નથી અને
મને બાફેલું ખવડાવે છે તેમ કહી ગાળો બોલતો હતો . જેથી ફરીયાદીના નાના દિકરા ઉમેશભાઇ ચૈતરભાઇ વસાવાએ સુનીલભાઇને
કહેલ કે, તું કેમ પિતાજી સાથે ઝઘડો કરે છે તેમ કહી નજીવી બાબતમાં મોટા ભાઇ સુનીલભાઇને માથાના ભાગે પાવડાથી ઉપરા-
છાપરી બે-ત્રણ ઘા મારી સ્થળ ઉપર મોત નિપજાવી ભાગી ગયેલ . જેની દેડીયાપાડા પોલીસ મથકમા ફરીયાદ દાખલ કરી આગળની તપાસ કરી
રહ્યા હતા . અને ભાગી છૂટેલ આરોપીને તાત્કાલીક ઝડપી પાડવા માટે જીલ્લા પોલીસ વડા હિમકરસિંહની સુચનાને
આધારે ખાનગી બાતમીદારો રોકી કામે લગાડતા બીટ જમાદાર મહેન્દ્રભાઇ નટવરભાઇને
બાતમી મળેલ કે,આ ગુનાના કામનો આરોપી- ઉમેશભાઇ ચૈતરભાઇ વસાવા( રહે.ભરાડા (ખાબજી) તા.દેડીયાપાડા) નો સગાઇ ગામના વિસ્તારમાં રાત્રી દરમ્યાન રોકાણ કરેલ છે. જે બાતમીને આધારે પો.સ.ઇ. એ.આર.ડામોર તથા બીજા પોલીસસ્ટાફના માણસો સાથે તાત્કાલીક રાત્રીના સમયે સગાઇ ગામમા બાતમીવાળી જગ્યાએ આરોપીને પકડી પાડવા માટે સર્ચઓપરેશન કરતા આ ગુનાનો આરોપી- ઉમેશભાઇ ચૈતરભાઇ વસાવા (રહે.ભરાડા (ખાબજી) તા.દેડીયાપાડા) સૂતેલી હાલતમાં
મળી આવતા આરોપીને પકડી પાડી દેડીયાપાડા પોલીસ મથકે લાવેલ .અને આરોપીની પૂછપરછ કરતા સદર આરોપીએ પોતાના મોટાભાઇ સુનિલભાઇને પાવડાથી માથાના ભાગે મારી દેતા સ્થળ ઉપર મોત નિપજાવેલ હોવાની કબૂલાત કરતા આરોપીનો
કોરોના ટેસ્ટ કરાવી આગળની કાયદેસરની તપાસ હાથ ધરેલ છે.
તસવીર :જ્યોતિ જગતાપ , રાજપીપલા