*હાલ આ બદલતી સીઝનમા શરદી-ઉધરસ માટે રામબાણ ઈલાજ છે આ ઉકાળો, આજે જ જાણીલો તેને બનાવવા ની આ સરળ રીત…*

મિત્રો, ઋતુમા અવારનવાર બદલાવ આવવાના કારણે સાવધાનીઓ રાખવા છતા પણ ઘણા બધા લોકો શરદી અને ઉધરસના શિકાર બની જતા હોય છે. જો સમય રહેતા આ સમસ્યા મટે નહી તો એ એટલી હદ સુધી વધી જાય છે કે, આપણુ શરીર જકડાઈ ગયુ હોય તેવો અનુભવ થાય છે. તદુપરાંત શ્વાસ લેવામા પણ તેને સમસ્યા થવા લાગે છે.

સમગ્ર વિશ્વમા હાલ કોરોનાનો હાહાકાર છે એટલે શરદી-ઉધરસમાંથી મુક્તિ મેળવવા માટે લોકો દવાઓનુ વધુ પડતુ સેવન કરવા લાગે છે પરિણામે, તેની આડઅસરોનો શિકાર બને છે. આજે અમે તમને આ સમસ્યાને દૂર કરવા માટે એક અસરકારક ઘરગથ્થુ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો જાણીએ.

આવશ્યક સાધન-સામગ્રી :

પાણી : ૧ ગ્લાસ
લવિંગ : ૨ નંગ
કાળા મરી : ૨ નંગ
નાની ઈલાયચી : ૧ નંગ
કાળી તુલસીના પત્તા : ૩-૪ નંગ
આદુ : ૧ નંગ
ગોળ : ૧ ચમચી
ચા ની ભૂક્કી : ૧ ચમચી

વિધિ :

આ ઉકાળો તૈયાર કરવા માટે સૌથી પહેલા પાણીને ગરમ કરવા માટે મૂકી દો. ત્યારબાદ જ્યારે પાણી ઉકળવા લાગે ત્યારે તેમા કાળા મરી , પીસેલા લવિંગ , ઈલાયચી , આદુ, અને સ્વાદ પ્રમાણે ગોળ ઉમેરી દો. ત્યારબાદ તેમા તુલસીના પાંદડા અને ચા ની ભૂક્કી ઉમેરો. તેને ત્યા સુધી ઉકાળો કે જ્યા સુધી પાણી સુકાઈને અડધુ ના થઇ જાય. જ્યારે પાણી અડધુ થઇ જાય એટલે તુરંત જ ગેસ બંધ કરી દો. ત્યારબાદ આ પાણીને ગાળી લો. તો તૈયાર છે તમારો ઉકાળો. જો તમે થોડા દિવસો સુધી નિયમિત તેનુ સેવન કરશો તો તમારી શરદી-ઉધરસની સમસ્યા દૂર થઈ જશે…