.જીએનએ અમદાવાદ: અમદાવાદ અજીત મીલ પાસે આવેલ સીટી પોઈન્ટ રેસ્ટોરન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસની ઉજવણી “આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સમિતિ” દ્વારા કરવામાં આવી હતી. જેમાં સંસ્થા દ્વારા સંસ્થાના ગુજરાત પ્રદેશના ચેરમેન તરીકે શફીકભાઈ ઘાંચી સોપારીવાળાની વરણી કરવામાં આવી હતી તથા ડોક્ટર સેલ ગુજરાત પ્રદેશ જનરલ સેક્રેટરી તરીકે ડો. ઊવેશખાનની વરણી કરવામાં આવી હતી. પદ પર વરણી થતા ઉપસ્થિત મહાનુભાવોએ તેમને અભિનંદન તેમજ શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં દિનેશ સિંગ રહેવર, મનોજ સિંગ રાજપૂત, જસવંતસિંહ બાપુ, અકીલભાઈ અન્સારી (વેરાયટી બેંકરી), રિઝવાન આંબલીયા તથા જવાબદાર સાથી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. પદ ગ્રહણ કરનાર મહાનુભાવોએ માનવધિકાર દ્વારા અન્યાય થતા લોકોને ન્યાય અપાવવાની તત્પરતા દાખવી હતી અને તેમના કાર્યો જલ્દી પૂર્ણ કરવામાં આવે તેવી બાંયધરી આપી હતી.
Related Posts
કામરેજ વિધાનસભાના અલલ અલગ વિસ્તારની મુલાકાત લેતા રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલભાઈ જીએનએ સુરત: ઘણી વાર લોકોના મોંએ સાંભળીએ છીએ કે અમે…
સોનૂ સુદે કહ્યું, હું કોઈ મસિહા નથી, મા પાસેથી મળેલા સંસ્કારે મને જમીનથી જોડાયેલો રાખ્યો
સોનૂ સુદે કહ્યું, હું કોઈ મસિહા નથી, મા પાસેથી મળેલા સંસ્કારે મને જમીનથી જોડાયેલો રાખ્યો કોરોના વાયરસના કપરા કાળમાં અનેક…
આણંદમાં બંધન બેંકમાં સનસનીખેજ સવા કરોડથી પણ વધારે નીલૂંટ
આણંદમાં એક કરોડથી પણ વધારે લૂંટની સનસનીખેજ ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. આણંદના 100 ફૂટ રોડ પર…