માથામાં ગંભીર ઈજા પહોંચ્યા બાદ બ્રેઈન ડેડ જાહેર કરાયેલા વ્યક્તિની બે કિડની અને બંને આંખોનુ દાન કરીને ચાર વ્યક્તિઓના કષ્ટદાયક જીવનમાં આશાનો નવો પ્રકાશ પાથરી શકાય છે. પરંતુ, ભારતમાં અંગદાન પ્રત્યેની જાગૃતિના અભાવને કારણે દેશમાં કિડની ફેલિયોરના દોઢ લાખથી વધુ દર્દીઓ અને લાખો પ્રજ્ઞાચક્ષુઓ નર્ક સમાન જીંદગી વ્યતિત કરી રહ્યા છે. દુઃખની વાત એ છે કે, દેશમાં કિડની ફેલિયોરના દોઢ લાખ દર્દીઓ સામે કિડની ટ્રાન્સપ્લાન્ટના માત્ર ચાર હજાર ઓપરેશનોને જ થઈ રહ્યા છે.
દર વર્ષે હજારો લોકો લીવર, હૃદય, કિડની વગેરે જેવા મહત્વના અંગો મેળવવામાં નિષ્ફળ રહેતા હોઈ તેમના મોત થાય છે. તબીબી વિજ્ઞાને એટલી પ્રગતિ સાધી છે કે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની સુવિધા ઉપલબ્ધ બનાવી છે. ભારતમાં માનવ અંગોના દાન પરત્વે જાગૃતિના અભાવે અંગોનુ દાન ન કરાતા કાંતો તે બળી જાય છે અથવા દડાઈને નકામા થઈ જાય છે. અંગદાન ક્ષેત્રે જાગૃતિ અર્થે દેશભરમાં તા. ૬ ઓગષ્ટથી ૧૩ દરમિયાન અંગદાન જાગૃતિ વીકની ઉજવણી કરવામા આવે છે.ભારતના ઓર્ગન રિટ્રાઈવલ બેંકિંગ ઓર્ગેનાઈઝેશનના આંકડાઓ અનુસાર દર વર્ષે એકથી દોઢ લાખ કિડનીની જરૃર પડે છે પરંતુ માત્ર ૩૫૦૦થી ૪૦૦૦ જેટલી કિડની જ ટ્રાન્સપ્લાન્ટ થાય છે તેમ અંગદાન ક્ષેત્રે કાર્યરત ડો. કમલેશ પરીખે જણાવ્યુ હતુ.
૨૦ હજાર લીવરની જરૃરિયાત સામે માત્ર ૫૦૦નું જ ટ્રાન્સપ્લાન્ટ થાય છે.માનવ અંગોનુ દાન ન કરાતા કાંતો તે બળી જાય અથવા દટાઈને નકામા થાય છે
સ્પેનમાં અસ્યુમ્ડ કન્સાઈન્ટ છે. સ્પેનમાં અસ્યુમ્ડ કન્સાઈન્ટ છે, એટલે કે દર્દી બ્રેઈન ડેડ થતાં સરકાર તેના તમામ ઉપયોગી અંગોનુ દાન મેળવી જ લે છે. કોઈને પૂછવાનુ રહેતુ નથી. સરકાર કહે છે તમે જીવતા હતા ત્યારે સરકારે તમને મદદ કરી હતી, જેથી તમારા મૃત્યુ બાદ સરકારનો હક્ક છે. આના કારણે ત્યાં અંદગાન ક્ષેત્રે સારી પ્રતિ સધાઈ છે. ભારતમાં વ્યક્તિના અવસાન પછી પોતાના અંગો દાનમાં આપનારા લોકો ઘણા ઓછા છે.
તામીલનાડુમાં બ્રેઈન ડેડ એ નોટિફાયેબલ ડીસીસ છે
તામીલનાડુ રાજ્યએ ખૂબ પ્રગતિ કરી છે, કેમ કે તામીલનાડુમાં બ્રેઈન ડેડ એ નોટીફાયેબલ ડીસીસ છે. જેથી જે દર્દી બ્રેઈન ડેડ થાય તેના ડોક્ટરે સરકારને જાણ કરવી જ પડે છે. જો ડોક્ટર આમ કરવામા ચૂકે તો તે દંડપાત્ર ગુનો છે. ડોક્ટરને દંડ થાય છે. તેથી અહી અંગદાન ક્ષેત્રે ખૂબ પ્રગતિ સધાઈ છે. અહી અંગદાન સહેલાઈથી મળી રહે છે. દેશના અન્ય ભાગોમાંથી પણ મહાનુભાવો ટ્રાન્સપ્લાન્ટ માટે અહીંજ આવે છે. ગુજરાતમાં અંગદાન ક્ષેત્રે આવા કાયદો લાવવો જોઈએ. અંગદાન વિષેની યોગ્ય સમજનો અભાવ અંગદાન વિશેની સમજના અભાવે બ્રેઈન ડેડજની સમજણનો અભાવ, ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડિનેટર્સની અછત, ખોટી માન્યતાઓ અને અંગદાન અંગેની ચોક્કાસ નીતિના અભાવથી ભારતમાં અંગદાન પ્રણાલી સામે મોટો પડકાર ઉભો થયો છે.
ઇંગ્લેન્ડમાં સ્વાદુપિંડ અને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ થાય છે
ડાયાબિટીસવાળા દર્દીઓનુ સ્વાદુપિંડ બગડે છે. સ્વાદુપિંડ બગડતા તેની સીધી અસર કિડની પર થાય છે અને તે ફેઈલ થઈ જાય છે. ઈંગ્લેન્ડમાં સ્વાદુપિંડ અને કિડની એમ બંન્ને અંગોનુ દાન થાય છે. જેથી સ્વાદુપિંડ અને કિંડની એમ બંન્ને અંગોનુ એક સાથે ટ્રાન્સપ્લાન્ટ થાય છે.
ઘણા ઓછા બ્રેઈન ડેડ દર્દીના અંગોનુ દાન થાય છે
ભારતમાં એક લાખ કરતાંય વધુ લોકો માર્ગ અકસ્માતોના બનાવોમાં અત્યંત ગંભીરપણ ઈજાગ્રસ્ત થતાં હોય છે. તેમજ મોતને ભેટતા હોય છે. જેમાં અનેક લોકો બ્રેઈન ડેડ હોય છે પરંતુ તે પૈકી ઘણા ઓછાનું અંગદાન થાય છે. દેશમાં વહીવટી અવરોધો, કેન્દ્રીય મિકેનિઝમની કમી, તેમજ ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડિનેટર્સ ઓછા હોવાને કારણે અંગદાનનો પડકાર વધુ ઘેરો બને છે. દેશમાં હાલના તબક્કે એક અસરકારક અને પ્રભાવી નેશનલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામની તાતી આવશ્યકતા હોવાનું આ ક્ષેત્રે કાર્યરત તબીબો અભિપ્રાય વ્યક્ત કરતા જણાવી રહ્યા છે.
-મિત્તલ ખેતાણી,રાજકોટ
M.9824221999