*આરસપહાણનું બેનમૂન સ્વામિનારાયણ મંદિર મહંતસ્વામીના હસ્તે ખુલ્લુ મૂકાયું*

નવસારીમાં આરસપહાણનું બેનમૂન BAPS સ્વામિનારાયણ મંદિરનું મહંતસ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંદિરના નિર્માણથી ભક્તો પ્રભુભક્તિમાં લીન થશે. સંત સત્સંગ દ્વારા સંસ્કારિતાની દૃઢતા સાથે સત્સંગ વિસ્તરે તથા ભક્તો તન, મન અને ધનથી સુખી થાય એવી અભ્યર્થના પૂજ્ય મહંત સ્વામી મહારાજે મંદિરના લોકાર્પણ સમયે વ્યક્ત કરી હતી. 28મી જાન્યુઆરીથી શરૂ થયેલો પ્રતિષ્ઠા મહોત્વસની હજુ બે દિવસ ઉજવણી કરવામાં આવશે.