*સુરતમાં આવેલા સરગમ શોપિંગ સેન્ટરની ગેલેરીનો ભાગ તૂટી પડ્યો*

સુરત અઠવાલાઈન્સ ખાતે આવેલા સરગમ શોપિંગ સેન્ટરના સૌથી ઉપરના માળે ગેલેરીનો ભાગ તૂટી પડ્યો હતો. જેથી આસપાસમાં ભયનો માહોલ સર્જાયો હતો. ગેલેરીનો ભાગ તૂટી પડ્યા અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.બિલ્ડીંગને અગાઉ નોટિસ અપાઈ હતી.