🍁
ટેકનિકલ ખામીને કારણે,
સૂર્યોદય નહી થાય. 🌚
આકાશમાં શું કયારેય ,
આવું લખેલુ પાટીયુ દેખાય ?
માંદો હોવાને કારણે, 🌚
આજે ચંદ્ર નહિ દેખાય.🌙
શુ રાત્રે આવા સમાચાર,
ગગન મા ફલેશ થાય?
બિલાડીને ઘુટણમાં વા થયો છે🐈…
એનાથી ઊંદર નહિ પકડાય🐀
દરરોજ બે વાર મુવ લગાડે,
તો જ કંઇક થશે ઉપાય..🐯
ભમરાના પગે છાલા પડયા છે🐝
હવે એનાથી ફુલ પર નહી બેસાય.
એની એડીએ ક્રેક ક્રીમ લગાવો,
તો જ એનાથી ફૂલ જોડે પ્રેમ🌹 થાય…
વાઘને આંખે મોતિયો આવ્યો🐅
એટલે એને શિકાર નહિ દેખાય.
એનુ ઓપરેશન તો થઈ શકે,
પણ ડોક્ટર વાઘ થી બહુ👨🏼🔬 ગભરાય.
🐘હાથીને કેળાની લાલચ ના આપો
હવે એ કેળા નહિ ખાય🍌🍌
ભાઇ , ડાયેટિંગ ચાલે છે એનું ,
પછી કેટલુ વજન વધી જાય?
આ દુનિયા આખીમાં બધા જીવો,
સરળતાથી જીવી જાય.
શુ માણસનું જ આખુ જીવન
બસ ફરિયાદોમાં જ પુરું થાય???!🧐😢🤥🤕🙆🏻♂🤷🏻♂
જીવનમાં જેટલી ફરિયાદો ઓછી
એટલા તમે વધારે સુખી… 🙂😘🤓🤫👍🏼
મોજ થી જીવી લેવુ સાહેબ…..✌️❤️🌈💐
કેમ કે રોજ સાંજે સૂરજ નહી પણ આ અનમોલ જીંદગી ઢળતી જાય છે……..🤔