રાજપીપળામાં દર વર્ષે 100 થી વધુ નાની મોટી કૃષ્ણ જન્મોત્સવની ઝૂંપડીઓ મટકીફોડના તથા રાત્રે કૃષ્ણ જન્મોત્સવના જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ,
કૃષ્ણભક્તો ઘરોમાં રહીને જ કૃષ્ણજન્મોત્સવ ઉજવાશે.
રાજપીપળામાં કાછીયાવાડમાં કૃષ્ણ જન્મોત્સવની ઝાંખી જોવા વર્ષોથી આખું ગામ ઉમટતું હતું,પણ કાછીયાવાડમાં સૌથી વધુ કોરોના ના કેસ અને મૃત્યુની વધુ સંખ્યાને કારણે સતત જાહેર કાર્યક્રમો બંધ રખાયો.
રાજપીપળા,તા. 11
રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં કોરોના મહામારી ને લીધે જન્માષ્ટમીના જાહેર કાર્યક્રમો નહીં યોજાય. ટાઉન પીઆઇ આર એન રાઠવા ના જણાવ્યા અનુસાર રાજપીપળા પોલીસ મથકમાં અગાઉ મળેલી આગેવાનોની બેઠકમાં જન્માષ્ટમીનો જાહેર કાર્યક્રમ કોરોનાની મહામારી ને લીધે નહીં યોજવા અપીલ કરાઇ હતી. તે મુજબ આવતીકાલે રાજપીપળામાં જન્માષ્ટમીના જાહેર કાર્યક્રમો નહીં યોજાય. અત્રે ઉલ્લેખનીય છે કે રાજપીપળામાં દર વર્ષે 100 થી વધુ નાની મોટી કૃષ્ણ જન્મોત્સવની ઝૂંપડીઓ, ડેકોરેશન અને મટકી ફોડના કાર્યક્રમો ભારે ભક્તિભાવપૂર્વક યોજાતા હતા, તથા રાત્રે કૃષ્ણ મંદિરોમાં પણ કૃષ્ણ જન્મોત્સવના જાહેર કાર્યક્રમો ધામધૂમથી યોજાયા હતા.એ તમામ જાહેર કાર્યક્રમો યોજવા પર આ વખતે પ્રતિબંધ હોય કોઈ જાહેર કાર્યક્રમો યોજી શકાશે નહીં. આવતીકાલે કૃષ્ણ ભક્તો પોતાના ઘરોમાં રહીને જ કૃષ્ણ જન્મોત્સવ ઉજવાશે અને ઘરમાં પારણું બંધી ભગવાનની ઝુલાવી કૃષ્ણ જન્મોત્સવ ભણાવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજપીપળામાં કાછીયાવાડમાં કૃષ્ણ જન્મોત્સવની ઝાંખી જોવા વર્ષોથી આખું ગામ ઉમટતું હતું પણ કાઠીયાવાડ વિસ્તારમાં સૌથી વધુ કોરોનાના કેસ અને મૃત્યુના બનાવો બન્યા હોવાથી કોરોના મહામારીનું કારણ લોકોની ભીડ ના થાય એ કારણે સદંતર જાહેર કાર્યક્રમ બંધ રખાયો છે. આમ રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં કૃષ્ણ જન્મોત્સવ જાહેર કાર્યક્રમ કોરોનાનો ગ્રહણ નડ્યું છે.
જેને કારણે રાજપીપળા બજારમાં વેચાતું કૃષ્ણ સાહિત્યના વેચાણ પર પણ સીધી અસર થઈ છે. કૃષ્ણ ભગવાનના વસ્ત્ર, ઘરેના, ફુલહાર, ડેકોરેશન, માટે લાઇટિંગ તથા સણગાર નો સામાન ધૂમ વેચાતો હતો તેની આ વખતે ખરીદી નહીં થવાથી વેપારીઓને આ વખતે ફટકો પડ્યો છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા