અજર, અમર,ઉજ્જવળ બહેનની રાખડી છે. એક કે બે અક્ષર નહીં,આખી એ બારાખડી છે. અજર,અમર,ઉજ્જવળ બહેનની રાખડી છે.- -મિત્તલ ખેતાણી(રાજકોટ

અજર, અમર,ઉજ્જવળ બહેનની રાખડી છે

એક કે બે અક્ષર નહીં આખી એ બારાખડી છે
અજર,અમર,ઉજ્જવળ બહેનની રાખડી છે

ભાઈની રક્ષા માટે પ્રાર્થે છે આજીવન બહેન
આ સંબંધોની મહતા સૌ સંબંધોમાં વડી છે

રાખડી એ નથી માત્ર કોઈ સુતરનો કાચો દોરો
ત્રિદેવ,ત્રિદેવીની કૃપાની સાક્ષાત નાડાછડી છે

સહોદરી સહોદરને બાંધી રક્ષા યાચે છે સ્વરક્ષા
જન્મોજન્મનાં સંબંધોની અકબંધ આ કડી છે

કશું ય ન આપી શકો તો બહેનને આપજો પ્રેમ
ભાઈનાં આવકારની જ ભૂખી તેની આંખડી છે

સગી ના હોય તો માનેલીને સગી જ માનજો
સતરસો જન્મની પુણ્ય પ્રસાદી આ વ્હાલુંડી છે

સદાચારી બની બહેનને દયો રક્ષાબંધનની ભેટ
કહો,પત્ની સિવાયનાં સૌ મા-બહેન-દીકરી છે

-મિત્તલ ખેતાણી(રાજકોટ,M.9824221999)નાં કાવ્ય સંગ્રહ ‘શબ્દ ઘેર આનંદ ભયો’માં થી