વોશિંગ્ટનઃ અમેરિકી સાંસદોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મહાભિયોગ કેસને વ્હાઈટ હાઉસના વકીલો અને સદનના ફરિયાદીઓની 2 દિવસ સુધી ગહન પૂછપરછની પ્રક્રિયા સમાપ્ત કરી લીધી છે. બાદમાં નવા પુરાવા રજૂ કરવાની ડેમોક્રેટ્સની માંગ પર થનારા મતદાનનું મંચ તૈયાર થઈ ગયું છે.
ત્યારે હવે સાક્ષીઓના નવા નિવેદનો લેવાને લઈને એક સપ્તાહની સમય મર્યાદાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. કેલિફોર્નિયાના સાંસદે ઐતિહાસિક કેસમાં જ્યૂરી તરીકે ઉપસ્થિત 100 સાંસદોને કહ્યું કે, અહીંયા એક તાર્કિક શક્યતાઓ છે