*શામળાજી મદિરમાં તસ્કરોએ મહંત પર ઘાતકી હુમલો કરી લૂંટ ચલાવી*

શામળાજીના ગુરુ દત્તાત્રેય ટેકરી મદિરમાં તસ્કરોએ લૂંટ ચલાવી મંદિરના મહંત પર ઘાતકી હુમલો કર્યો. પાંચ જેટલા તસ્કરોએ મંદિરના મહંતને બંધક બનાવ્યા હતા. મંદિરમાંથી તસ્કરોએ ભગવાનના વાઘા સહિત એક લાખ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી છે. ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસે શામળાજી પોલીસે ચોરી અંગે તપાસ શરૂ કરી છે. ત્યારે સાધુ સમાજની માગ છે કે, પોલીસ દ્વારા શામળાજીના તમામ મંદિરોને સુરક્ષા પુરી પાડવામા આવે.