*BSE સ્ટાર MF પર ટર્નઓવરનો નવો વિક્રમઃ જાન્યુઆરીમાં 54.43 લાખથી અધિક ટ્રાન્ઝેક્શન્સ થયા*

મુંબઈ દેશના અગ્રણી મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ બીએસઈ સ્ટાર એમએફની પ્રભાવશાળી કામગીરીની ચાલી રહેલી આગેકૂચમાં જાન્યુઆરી, 2020માં પ્લેટફોર્મ પર 54.43 લાખ ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ થયા હતા અને રૂ.16,235 કરોડના ટર્નઓવરનો રેકોર્ડ નોંધાયો હતો. અગાઉ ડિસેમ્બર, 2019માં 49.60 લાખ ટ્રાન્ઝેક્શન થયા હતાં. એપ્રિલથી ડિસેમ્બર, 2019ના ગાળા દરમિયાન પ્લેટફોર્મ પર 4.47 કરોડ ટ્રાન્ઝેક્શન્સ થયા છે.આ પ્લેટફોર્મ પર જાન્યુઆરી મહિનામાં 2.98 લાખ નવા એસઆઈપી રજિસ્ટર થયા હતા એ સાથે સ્ટાર એમએફ પર નોંધાયેલા એસઆઈપીઝની સંખ્યા 35.68 લાખની થઈ છે, જેઓ રૂ.1025.85 કરોડનું કોર્પસ ધરાવે છે.